તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખારચીયા ગામે જમીન રીસર્વેની કામગીરીમાં ગોટાળા થયાની રાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારચીયા ગામે જમીન રીસર્વેની કામગીરીમાં ગોટાળા થયાની રાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભેંસાણતાલુકાનાં ખારચીયા (વાકુંના) ગામે વર્ષ મગફળીનાં પાકમાં મુંડા નામની જીવાતનાં કારણે પાક નિષ્ફળ ગયો છે તેમજ જમીન રીસર્વની કામગીરી યોગ્ય થઇ હોવાથી આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. ખારચીયા (વાંકુના) ગામે થોડા સમય પહેલા સરકાર દ્વારા જમીનની રીસર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અધિકારીઓ દ્વારા ગામની ઓફીસમાં બેસીને દર્શાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જે યોગ્ય રીતે થઇ નથી તેમ મગફળીમાં મુંડા નામની જીવાતનાં કારણે પાક નિષ્ફળ ગયો છે. જેથી સરપંચ ચંપાબેન કિશોરભાઇ વોરા, ભાભલુભાઇ, કારોબારી ચેરમેન દીલુભાઇ વાંક અને ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી અને પાકવીમો વહેલીતકે ચુકવવા તેમજ જમીન રીસર્વની કામગીરી હાથ ધરવા પણ માંગ કરી હતી અને પ્રશ્ન વહેલીતકે નહીં ઉકેલાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે,છેલ્લા થોડા સમયથી લગભગ સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનાં પાકમાં મુંડાની જીવાત આવવાનાં કારણે મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો છે.

ભેંસાણનાં છોડવડી ગામે મગફળીમાં મુંડા નામની જીવાતનાં કારણે પાક નિષ્ફળ ગયો છે અને ખેડુતો મગફળી ઉપાડી ખેતરો ખાલી કરી રહ્યા છે. તેમજ કપાસમાં પણ ઇયળ આવવા લાગી છે. આથી સર્વે કરી વહેલીતકે વળતર ચુકવવા સરપંચ બોઘાભાઇ ડોડીયા અને ભાજપ તાલુકા પ્રમુખ ગાંડુભાઇ કથીરીયાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. તસવીર- અરૂણ મહેતા

છોડવડી ગામે પણ પાકમાં રોગ : ખેતરો થયા ખાલી

મુંડાથી નુકસાન અને જમીન રીસર્વેની કામગીરી હાથ ધરવા આવેદન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો