તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભેંસાણ પંથકમાં બીટી કપાસમાં જીવાતનો કહેર, મજુર ખેડુતો હોસ્પિટલનાં બિછાને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેંસાણ પંથકમાં બીટી કપાસમાં જીવાતનો કહેર, મજુર -ખેડુતો હોસ્પિટલનાં બિછાને

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીંડવામાંથી નિકળતી જીવાતથી ચામડીનો રોગચાળો વકર્યો

ભેંસાણપંથકનાં ખેતરોમાં હાલ બીટી કપાસની છેલ્લી વીણ ચાલી રહી છે. અને કપાસ ઉતારવા માટે બહારથી મજુરો આવ્યા છે તેમજ ગાસડી ઉપાડી લેતી-દેતી કરતા ખેડુતો અને મજુરો કપાસનાં જીંવામાં રહેલી સુક્ષ્મ જીવાતથી ત્રાહિમામ બન્યા છે અને ચામડીનાં રોગમાં ધકેલાયા છે અને જીવાતથી આખા શરીરમાં લાલ ચાંઠા તેમજ સખત ખંજવાળ આવતી હોવાનું જણાવી રહ્યા છે. આવો એક કિસ્સો રાણપુર ગામે સામે આવ્યો છે. જ્યાં કપાસની વીણી કરી રહેલા રમેશભાઇ ઉઘાડ અને ખેડુત પરિવારનાં સભ્યોને સખત ખંજવાળ ઉપડતા હોસ્પિટલનાં બિછાને પહોંચવાનો વારો આવ્યો છે. તેમજ રાજસ્થાનથી મજુરી અર્થે આવેલા ખટાસભાઇ મારવાડી અને બાલુભાઇ મારવાડીને પણ જીવાતનાં ઉપદ્વવનો ભોગ બનવાનો વારો આવ્યો છે.

શું કહે છે મેડિકલ ઓફિસર ?

મેડીકલઓફીસર એચ.બી.સાટોડીયાએ જણાવ્યું હતું કે રોગ એક પ્રકારનાં જીવાણુંની એલર્જીથી છે. જો શક્ય હોય તો જીવાતથી દુર રહેવું જોઇએ અને તાત્કાલીક સારવાર લેવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો