તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભચાઉમાં આગથી 2 કેબિનો ખાખ : અઢી લાખનું નુકસાન

ભચાઉમાં આગથી 2 કેબિનો ખાખ : અઢી લાખનું નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉનીજલારામ સોસાયટીમાં આવેલા ઓટો રિપેરિંગના ગેરેજમાં એકાએક બંધ હતી, ત્યારે આગ લાગતાં તે અને તેની બાજુમાં આવેલા સલૂનની દુકાનમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. પાલિકાના ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી.

ભચાઉના જલારામ સોસાયટીમાં શનિવારે બંધ રહેલી પતરાંની કેબિનની અંદર કોઇ કારણોસર એકાએક આગ ફાટી નીકળી હતી. સૌથી પહેલાં દિવ્યાંગ યુવાન કમલેશ પ્રજાપતિના ઓટો રિપેરિંગની દુકાનમાં આગ લાગવાના કારણે એક લાખ જેટલું નુકસાન થયું હતું, તો તે આગની લપટો બાજુમાં રહેલી બળવંતભાઈ નાઈના સલુનને પણ અડેફેટે લેતા તેના રાચરચિલા સહિતની વસ્તુઓ ખાખ થઈ ગઈ હતી. જેના કારણે તેમને પણ દોઢ લાખ જેટલાનું નુકસાન થયું હતું. આગ વધુ કેબિનો તરફ ફેલાય તે પહેલાં નગરપાલિકાના ફાયર ફાઈટરે પહોંચી આવી આગને કાબૂમાં લીધી હતી.

આગને કારણે ધુમાડો ફેલાયો

દિવ્યાંગનું ગેરેજ અને એક સલૂન આગમાં સ્વાહા, ફાયર ફાઈટરની મદદથી આગ કાબૂમાં લેવાઈ

જલારામ સોસાયટીમાં કેબિનોમાં ભભૂકી ઉઠેલી આગ અને ફાયર ફાઈટર.

અન્ય સમાચારો પણ છે...