તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભચાઉમાં પટેલ યુવાનને પરણાવી દેવાની લાલચ આપી ~ 8.5 લાખની છેતરપિંડી

ભચાઉમાં પટેલ યુવાનને પરણાવી દેવાની લાલચ આપી ~ 8.5 લાખની છેતરપિંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વકચ્છમાં છેલ્લા કેટલાક સમયથી પટેલ મુરતીયાઓને શોધી તેમની સાથે લગ્નની લાલચ આપી અનેક સાથે લાખોની છેતરપિંડી કરતી માતા-પુત્રી તથા ઠગબાજ ટોળકીનો ભાંડો ફુટતાં પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી. ભચાઉના અને હાલ મુંબઇ વસતા પટેલ યુવાનોને છેલ્લા એક મહિનાથી લગ્નની લાલચ આપી ગાંધીધામની માતા-પુત્રીએ 7 લાખ રોકડ અને 5 તોલા સોનું પડાવી શીશામાં ઉતારી વિશ્વાસઘાત કરી ઠગાઇ કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.

મુળ ભચાઉના અને હાલ અંધેરી વેસ્ટમાં રહેતા પટેલ યુવાનને ગાંધીધામની પ્રિયંકાબેન તથા કિરણબેન નામની દેવીપૂજક મહિલાઓએ તેમની પુત્રી સાથે લગ્નની લાલચ આપી 7 લાખ રોકડા અને 5 તોલા સોનું લઇ ગાંધીધામની ગંગાબેન મનસુખભાઇ વાવીયા તેવું ખોટું નામ ધારણ કરી સગાઇ કરી હતી. સગાઇ તોડી માતા-પુત્રી પાસેથી રોકડ રકમ તથા દાગીનાની માગણી કરતાં આરોપી મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારું કામ છે, તારા જેવા કેટલાય સાથે આમ કર્યું છે. તારાથી થાય તે કરી લે અને જેના પાસે જવું હોય તેના પાસે જા લગ્નની લાલચે ફસાયેલા પટેલ યુવાને ભચાઉ પોલીસમાં શુક્રવારે માતા-પુત્રી સામે છેતરપિંડી કર્યા હોવાની ફોજદારી નોંધાવી હતી.

દેવીપૂજક યુવતી લગ્ને-લગ્ને કુંવારી

ગાંધીધામમાંરહી પોતાના નામો બદલી અનેકને લૂંટતી મહિલા તથા તેના દલાલોએ મુરતીયાઓને ખંખેરી એક યુવતીના સાતથી આઠ લગ્નો કરાવ્યા હતા અને તેમાં લાખોની છેતરપિંડીના અનેક બનાવોને અંજામો આપી પુત્રીના લગ્ન કરાવી પાંચ-છ દિવસ બાદ ત્યાંથી તેને ભગાડી ફરી નવા યુવકની શોધ કરતી યુવતી લગ્ને-લગ્ને કુંવારી રહી પોતાના રૂપની માયાજાળ પાથરતી રહી.

પુત્રીની સુંદરતાને વટાવી લગ્નોચ્છુકને શિશામાં ઉતાર્યો

અન્ય સમાચારો પણ છે...