• Gujarati News
  • ભચાઉ જળબંબાકાર : 17 કલાકમાં 17 ઇંચ

ભચાઉ જળબંબાકાર : 17 કલાકમાં 17 ઇંચ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેદિવસથી થઇ રહેલી મેઘકૃપા થકી ભચાઉ શહેર અને તાલુકો તરબોળ થઇ ગયાં છે. 17 કલાકમાં 17 ઇંચ જેટલું પાણી વરસી જવાના કારણે ભૂતળ ઉંચા આવશે અને ધરતીપુત્રોને પણ ફાયદો થશે એવી આનંદની લાગણી ફેલાઇ છે. મંગળવારે વરસાદની ધોધમાર ઇનિંગ્સના કારણે મોટાભાગના જળાશયો ભરાઇ ગયા હતા. જોકે રસ્તાઓને નુકસાન થતાં ગામો વિખુટાં પડ્યાં હતાં. વધુ પાણી પડવાના કારણે નિચાણવાળા વિસ્તારો ડૂબમાં ગયા હતા.

શહેરની વાત કરીએ તો હિંમતપુરા, અંબિકાનગર, 26 બંગલા, સિતારામપુર વિસ્તારમાં પાણી ભરાઇ ગયાં હતા. પાલિકાની ટીમ રાહતકાર્ય માટે નીકી પડી હતી. જેમાં પ્રમુખ જીલુભા જાડેજા, ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા અને ભાડાના ચેરમેન વિકસરાજગોર જોડાયા હતા. આરટીઓ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા થઇ હતી. બીજી બાજુ મેઘપરના ઘરો પાણી પાણી થઇ ગયાં હતાં. તો કટારિયા પાસે રેલ પાટા પણ ધોવાઇ ગયા હતા. સારા વરસાદના લીધે મોટી ચિરઇનું તળાવ ઓગની ગયું હતું અને તેનું પાણી રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર આવી ગયું હતું.

તાલુકાના કાઠાળ પટ્ટી ગામો છાડવારા, આમલવારા, જંગી, વાઢિયા, શીકારપુર, જૂના કટારિયા, લાકડિયા, ઘરાણા સામખિયાળીમાં જળબંબાકર જેમ વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં ઘરાણા ગામે તળાવ તૂટી જતાં ગામના 100 જેટલા ઘરોમાં પાડી ઘૂસ્યા હતા. લાકડિયા ગામની નદી બન્ને કાંઠે વહેતાં આસપાસના રહેણાકમાં પાણી પહોંચ્યા હતા.. તાલુકાનું જૂના કટારિયા ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું. અને રાજણસર ડેમ ટૂટવાથી કટારિયા ગામમાં પાણી આવ્યા હતા. જંગી ગામે ઘરોમાં 4 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા.

પવન કારણે અનેક પશુ પક્ષીનો મોત 36 કલાકથી પવન સાથે પડેલ વરસાદથી અનેક પશુ પક્ષીના મોત થયા હતા.

સામખિયાળી જળબંબાકાર થતા ગામનું બસ સ્ટેશન ડૂબી ગયું હતું અને હાઇવે માર્ગ બંધ થયો. }રમજુછત્રા

સુરજબારીમાં ત્રણ વીજ ટાવર પડ્યા

સૂરજબારીખાડીમાં ભારે પવનના કારણે ત્રણ મોટા વીજ ટાવર ધારાસઇ થયા હતા. તેને ઉભા કરવામાં ઘણો સમય જશે, અને વીજ ટાવરમાં જિલ્લા બહાર વીજ સપ્લાઇ કરતી હતી.

માલધારીકુટુંબ ફસાયા

તાલુકાનાશીકારપુર ગામે નદીના પટમાં (વાઢિયો) પડાવ રાખીને પડયા હતા, ત્યારે નદીમાં ઓચિંતા પાણી આવી જતા માલધારીના કુટુંબો ફાસાયા હતા. તેની જાણ ભચાઉ મામલતદારને જાણ કરાતા તેમની રેસ્ક્યું ટીમ બચાવ માટે મોકલવાની તાજવીજ હાથ ધરી હતી. રાજસ્થાની માલધારી પરિવાર જ્યાં પઠાવ નાખીને બેઠો હતો તે વિસ્તાર ટાપુમાં ફેરવાઇ ગયો હતો. 150 ગાય તણાઇ ગઇ હતી.

ઘરોમાં પાણી ઘૂસ્યા : કટારિયા પાસે રેલ ટ્રેક ધોવાયો : કાઠાળ પટ્ટીમાં ધોધમાર વર્ષા