- Gujarati News
- ખારોઇમાં મુંબઇના જૈન શ્રેષ્ઠિઓનુંં વરસાદ વચ્ચે લોકોએ કર્યું સામૈયું !
ખારોઇમાં મુંબઇના જૈન શ્રેષ્ઠિઓનુંં વરસાદ વચ્ચે લોકોએ કર્યું સામૈયું !
ભચાઉતાલુકાના ખારોઇ ગામે આજે સવારે મુંબઇથી જૈન શ્રેષ્ઠિઓનો સંઘ આવી પહોંચતાં સમગ્ર ગ્રામજનો વતીથી સંઘનો બેંડ વાજા સહિત સામૈયું કરાયું હતું. જોકે, સંઘ જૈનોના સાધુઓ ખારોઇમાં ચોમાસું ગાળવાના હોઈ માટે આપ્યો છે, પણ ખારોઇમાં ઇત્તર સમાજના લોકોએ સામૈયાની વ્યવસ્થા કરી હતી. રાજુ ઉમરણિયાએ ભાસ્કરને વિગતોમાં કહ્યું હતું કે, જ્યારે-જ્યારે ગામને જરૂરિયાત ઊભી થઇ ત્યારે-ત્યારે ખારોઇના વતની અને મુંબઇ સ્થિત શ્રેષ્ઠિઓ આર્થિક મદદ કરવાનું ચૂકતા નથી. હજુ હમણા ગાયોના ચારાની વ્યવસ્થા મુંબઇ સ્થિત પટ્ટણી પરિવાર દ્વારા કરાઇ હતી. કપરા કાળમાં છેક બન્ની પચ્છમ, ખડીરની ગાયો પણ ખારોઇમાં રખાઇ હતી.
આવા અનેક માનવઉપયોગી કાર્યોની કદરરૂપે સામૈયું કે, વરસાદ ચાલુ હોવા છતાં ગ્રામલોકો સામૈયામાં હાજર રહ્યા હતા. મુંબઇવાસીઓ માટે વરસાદમાં ભીંજાવું નવી વાત નથી, પણ ગ્રામ્ય વરસાદની મોજ, લોકોનો સ્નેહ, સંઘને સાચા અર્થમાં ભીંજવી ગયો હતો.
મુંબઇથી જૈન શ્રેષ્ઠીઓનો સંઘ આવી પહોંચતા ખારોઇના ગ્રામવાસીઓએ વરસતા વરસાદમાં સામૈયું કર્યું, ત્યારનું દૃશ્ય.