લાકડીયામાં પણ લોકોને ખસેડાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાકડીયામાં પણ લોકોને ખસેડાયા

ભાસ્કરન્યુઝ . લાકડીયા

ભચાઉતાલુકાના લાકડીયા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં ત્યાં વસતા લોકોને કુમાર શાળામાં ખસેડાયા હતા.

ગામની સંદેશા વ્યવહાર ટુકડી અને સલામતી ટીમે તમામ જરૂરતમંદ પરિવારોને શાળામાં રોકાવાની વ્યવસ્થા કરી હતી. એસ.એમ.સી.ના અધ્યક્ષ તથા શિક્ષકો ખડેપગે સેવામાં જોતરાયા હતા. ગામમાં પવન સાથે ભારે વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભચાઉ પંથકમાં સારા વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...