• Gujarati News
  • વૈશ્વિક વિરાસત ધોળાવીરા પર બે ડેમને કારણે ખતરો

વૈશ્વિક વિરાસત ધોળાવીરા પર બે ડેમને કારણે ખતરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખડીરવિસ્તારમાં સાંબેલાધાર પડેલા વરસાદે નવી-નવી મુશ્કેલીઓ પેદા કરી છે, ત્યારે ભચાઉ તાલુકાના રણવચાળે આવેલા વિસ્તારના ધોળાવીરા ગામે વિશ્વની અજાયબી સમાન પૂરાતત્ત્વ સાઇટ ધોળાવીરા (કોટડા-ટીંબો)ની પૂર્વમાં આવેલા બે સરોવરથી ભારે ખતરો પેદા થયો છે.

પ્રસંગે સરપંચ જીલુભા સોઢાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સાઇટવાળી “મનહર’ નદી પર પૂર્વ દિશામાં કારી કાકર-1, કારી કાકર-2, નામના બે ડેમ તાજેતરમાં બન્યા છે. તે પૈકી એક લીક થઇને વહી રહ્યો છે અને બીજાની પાળ તૂટું-તૂટું છે. ડેમો અલગ-અલગ

...અનુસંધાનપાના નં. 6

નદીઓપર છે. પુલ નીચે હડપ્પન સાઇટ પાસે આવતાં એક નદીમાં બન્નેનું પાણી ભેગું થઇ જાય છે. યુદ્ધના ધોરણે સરોવરોની મરંમત હાથ નહીં ધરાય તો હડપ્પન સાઇટ ધોવાતા મોટું નુકસાન થાય તેમ છે. અંગે પૂરા તત્ત્વખાતાનું પણ ધ્યાન દોરાયું છે. સરપંચે વધુમાં કહ્યું હતું કે, અગત્યની પુરાતન સાઇટો ઉપર મનુષ્ય સર્જીત કોઇ પણ ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખવી જોઇએ. અહીં ડેમો બન્ને એનો વાંધો નહીં પણ એની મજબુતાઇ અંગે જરાય ઢીલું વલણ રાખવું નહીં. એના ધારા-ધોરણે અન્ય સરોવરો કરતાં સાથ અલગ અને સખત હોવા જોઇએ. વિશ્વ વિખ્યાત સાઇટને માનવ સર્જીત કોઇ પણ બાંધકામ નુકસાન પહોંચાડશે, તો આગામી પેઢી આપણને માફ નહીં કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોબાઇલ ટાવરો બંધ હોવા છતાં ખડીરનાં ડુંગર ઉપરથી ખાવડા સાઇટના કોઇ ટાવરનું કવરેજ મળતાં જીલુભાએ વિગતો દિવ્ય ભાસ્કરના પ્રતિનિધીને પહોંચતી કરી હતી.