• Gujarati News
  • ભચાઉમાં પાન બીડીના વેપારી પર ચાર શખ્સનો હુમલો કરી લૂંટનો પ્રયાસ

ભચાઉમાં પાન-બીડીના વેપારી પર ચાર શખ્સનો હુમલો કરી લૂંટનો પ્રયાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાંછેલ્લા થોડા સમયથી ખાખીની આબરૂના ધજિયા ઉડાડતા બનાવો સપાટી પર આવી રહ્યા છે. ફૂલવાડી વિસ્તારમાં રહેતા અને લોહાણા મહાજનવાડી પાસે પાન-બીડીના હોલસેલના વેપારી રાત્રે દુકાન વધાવીને પરત ઘરે જઇ રહ્યા હતા, ત્યારે કારમાં ચાર બૂકાનીધારી આવી પહોંચ્યા હતા અને સ્કૂટરને લાત મારી વેપારીને પછાડવાની કોશિશ કરતાં તેને બૂમાબૂમ કરી મૂકતાં નાસી છૂટ્યા હતા. સમીસાંજે બનેલી ઘટનાથી પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઊભા થતાં નવો ફતવો બહાર પાડ્યો છે. પોલીસમાં લૂંટના પ્રયાસની ફરિયાદ નોંધાવવા ગયેલા વેપારીને પોલીસે કંઇ માલમતા ગઇ નથી! તો ફરિયાદ નહીં નોંધાય તેમ કહી રવાના કરી દીધા હતા. ફૂલવાડી વિસ્તારમાં રહેતા શાંતિલાલ હરિલાલ કંસારા (45) લોહાણા મહાજનવાડી પાસે સોની દામજીભાઇ ઓધવજીભાઇ નામની હોલસેલની પાન-બીડીની દુકાન ચલાવે છે. શનિવારે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં વેપારી દુકાન વધાવીને ઘર તરફ જઇ રહ્યા હતા, ત્યારે એક જીજે 12 જે 9799 કારમાંથી કાળાં કપડાંમાં ચાર બૂકાનીધારી ઉતર્યા હતા. વેપારી એક્ટિવા સ્ટાર્ટ કરી ચાલતા થયા હતા, તે વેળાએ બે શખ્સે સ્કૂટરને લાત મારી પછાડી દઇ થેલો ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વેપારીને બન્ને શખ્સે ટક્કર મારતાં ચોર... ચોર... બૂમો પાડતાં ચારેય ફરી કારમાં ગોઠવાઇ નાસી છૂટ્યા હતા. બનાવને પગલે વેપારી પોલીસમથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા. સમયે પોલીસે ફરિયાદ નોંધવાની ઘસીને ના પાડી દીધી હતી.

વેપારીએ જણાવ્યુંહતું કે, કારમાં આવેલા ચાર બૂકાનીધારી ત્રણ દિવસ પૂર્વે એટલે કે, ગુરુવારે સાંજે પણ વિસ્તારમાં આંટા મારતા જોવા મળ્યા હતા, ત્યારે શનિવારે બનેલી ઘટના પૂર્વે અગાઉથી રેકી કરી હોવાની વાત નકારી શકાય તેવી નથી!

ઘણા દિવસોથી લૂંટારુઓ રેકી કરતા હતાω

વેપારી અગ્રણીઓ એકઠા થયા

વેપારીનેલૂંટીલેવાના પ્રયાસની ઘટના બનતાંની સાથે ભચાઉ વેપારી એસોસિયેશનના પ્રમુખ હર્ષદભાઇ ઠક્કર, નગરસેવક નરેન્દ્રભાઇ કોટક સહિતના વેપારી અગ્રણીઓ એકઠા થઇ ગયા હતા.

એક વેપારીના સાત લાખ લૂંટી લેવાયા હતા

આધારસૂત્રોનાજણાવ્યા અનુસાર થોડા સમય પૂર્વે એક વેપારી પાસેથી દિનદહાડે સાત લાખની રકમ લૂંટી લેવામાં આવી હતી. બનાવનો હજુ સુધી ભેદ ઉકેલાયો નથી!