• Gujarati News
  • ચોબારીમાં અડધા કરોડની ચોરીથી ચકચાર

ચોબારીમાં અડધા કરોડની ચોરીથી ચકચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર. ગાંધીધામ, ભચાઉ

પૂર્વકચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના સાવ એટલી હદે ચિથરે હાલ થઇ ગઇ છે કે લોકોને પોતાના માલ-મિલ્કતની જવાબદારી જાતે રાખવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ભચાઉ તાલુકાના ચોબારી ગામે ઘરમાં શિવપુરાણની કથા અને દિકરીના લગ્નપ્રસંગ માટે રાખેલી રોકડ અને સોનાના દાગીના મળી કુલ 48 લાખની માલમતા ઉસેડી જતાં ચકચાર મચી ગઇ છે. મુંબઇના આહિર વેપારીના ઘરમાંથી તસ્કરો કારથી માંડીને તિજોરી સહિતની વસ્તુ લઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ચોબારીના સવજીભાઇ ગોવિંદભાઇ આહિર વર્ષોથી વેપાર ધંધા અર્થે મુંબઇ સ્થાયી થયા છે. તા.21થી પોતાના પરિવારની સ્મૃતિમાં વતન ચોબારીમાં ગિરિબાપુની શિવપુરાણ કથા બેસાડવી હોવાથી તથા એક પુત્રીના લગ્નનો પ્રસંગ નક્કી કર્યો હોવાથી છેલ્લા થોડા દિવસોથી ચોબારી આવી ગયા હતા. પ્રસંગો હોવાથી રોકડ તેમજ

દાગીના પણ લઇ આવ્યા હતા,

...અનુસંધાનપાના નં. 4જેઘરની તિજોરીમાં રાખી દીધા હતા, તેવામાં સવજીભાઇને કામ હોવાથી પરત મુંબઇ ગયા હતા. જ્યારે પરિવારના અન્ય સભ્યો મોટાભાઇ લાલજીભાઇને ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા, ત્યારે ગત તા.9થી 12ના સવારના સાત વાગ્યા સુધીમાં કોઇ પણ સમયે તસ્કરો ત્રાટક્યા હતા, જ્યાં રૂમમાં પડેલી 10.80 લાખની રોકડ તથા 31.20 લાખના દાગીના ભરેલી 450 કિલોની આખેઆખી તિજોરી ઉપાડી ગયા હતા. આટલું ઓછું હોય તેમ ઘરમાં પાર્ક કરેલી એમએચ 2 સીઝેડ 7528ની 6 લાખની કાર પણ ઉઠાવી ગયા હતા. એકસાથે 48 લાખની માલમતાનો હાથફેરો કરી ગયા હતા. પાડોશીનું તૂટેલા તાળાં પર ધ્યાન જતાં મકાનમાલિકને વાકેફ કર્યા હતા, જેને પોલીસને જાણ કરી હતી. જેને પગલે ભચાઉ ઉપરાંત પૂર્વ કચ્છ પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઇ હતી. પોલીસે બનાવની નોંધ કરી ડોગ સ્કવોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ચોબારીમાં તસ્કરોનો ભોગ બનેલો બંગલો તેમજ પોલીસનો કાફલો.

નેગેટિવ ન્યૂઝ

પોલીસવડા સહિતના ઘટનાસ્થળે દોડ્યા

પૂર્વકચ્છપોલીસવડા જી.વી. બારોટ, અંજારના અને ભચાઉ ડિવિઝનના ઇન્ચાર્જ આર.જે. બારોટ, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

1.50 કરોડનો આંક ઘટીને 48 લાખ થયો

વાસ્તવમાંઘરમાંથી1.50 કરોડથી વધુની રકમની તસ્કરી થઇ છે, પરંતુ પોલીસે આબરૂ બચાવવા ચોરીનો આંક ઘટાડીને 48 લાખનો કરી નાખ્યો છે. સૂત્રોનું માનીએ તો ફરિયાદ નોંધવામાં પણ પ્રથમ આનાકાની કરી હતી, પરંતું મામલો એસપી સમક્ષ પહોંચે તેમ હોવાથી અંતે ફરિયાદ નોંધી હતી.

તસ્કરો કારથીમાંડીને તિજોરી સહિતની 48 લાખની મત્તા ઉઠાવી જવાના પગલે પૂર્વ કચ્છ પોલીસ સવારથી નાકાબંધી કરી હતી, તેવામાં ચોરાયેલી કાર દૂધઇ નજીકની એક ખાનગી કંપનીમાંથી મળી આવી હતી. તપાસનીશ ઇન્સ્પેક્ટર વી.કે. પંડ્યાનો સંપર્ક કરતાં કાફલા સાથે કાર કબજે કરી હતી.

ચોરાયેલી કાર દૂધઇ નજીકથી મળી આવી

કચ્છમાં ઘરફોડ ચોરીનો સૌથી મોટો બનાવ

ચોબારીમાંથયેલીઘરફોડ ચોરીનો આંકડો જોતાં કચ્છભરમાં આટલી મોટી તસ્કરીનો સૌ પ્રથમ બનાવ હશે. ભચાઉ પંથકની વાત કરીએ તો અગાઉ બંધડી ગામે મુંબઇથી લગ્નપ્રસંગે આવેલા આહિર પરિવારના ઘરમાંથી પણ 25 લાખથી વધુની મત્તા ઉપડી ગઇ હતી. જોકે પોલીસ ચોપડે માત્ર ત્રણ લાખની ફરિયાદ નોંધાઇ હતી તે અલગ વાત છે. તાજેતરમાં નર્મદા નહેરની ઓફિસમાંથી પણ 15 લાખની રોકડની તસ્કરી થઇ હતી.

7થી વધુ શખ્સ સંડોવાયાની પોલીસને શંકા

પોલીસેજણાવ્યુંહતું કે, 450 કિલોની આખેઆખી તિજોરી લઇ ગયા છે તે પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે ચોરી કરવા આવેલા શખ્સો એકલ-દોકલ નહીં પરંતુ 7 થી વધુ વ્યક્તિની આખી ગેંગ સંડોવાયેલી છે. અન્યથા આખી તિજોરી લઇ જવી અશક્ય છે.