• Gujarati News
  • National
  • આધોઇના યુવાન પર ભુજમાં 4 શખ્સોનો હુમલો

આધોઇના યુવાન પર ભુજમાં 4 શખ્સોનો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાલાલટેકરી વિસ્તારમાં અગાઉની વાતનું મનદુખ રાખી યુવાન પર ચાર શખ્સોએ માર માર્યો હતો, જયારે સુખપરમાં બહેનને અવાર નવાર પરેશાન કરવા બાબતે બે ભાઇઓએ સમજાવતા ત્રણ શખસોએ માર માર્યો તો બંદરામાં જુની અદાવતમાં આધેડને ખેતરમાં ચોકી કરવા બાબતે ત્રણથી ચાર જણાએ ઝુડી નોખ્યો હતો તો ભુજના ગડા સીમમાં ઘઉના રૂપિયા મુદે દંપતિને ચાર શખ્સોએ જ્યારે તાલુકાના ઝિંકડી ગામે પત્નિને લેવા ગયેલા શખ્સને સાસરીયાઓએ માર માર્યાની ફરીયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ ભચાઉ તાલુકાના આધાઇ ગામના હાલે ભુજ રહેતા રવજીભાઇ લક્ષ્મણભાઇ બુચીયા (ઉ.વ.39)એ તેમના ભરતભાઇ ભીખાભાઇ ભટ્ટી તથા તેમના સગાઓ વિરૂધ આધોઇ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી તેનું મનદુખ રાખીને ગત 13/916ની રાત્રના ભાગે ભુજના લાલ ટેકરી વિસ્તારમાં ભરત ભીખાભાઇ ભટ્ટી, કમલેશ ભીખાભાઇ ભટ્ટી તથા અન્ય બે શખ્સોએ ગાળો આપી લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી તથા ઇજાગ્રસતના ગળામાં પહેરેલી સોનાની ચેઇન મારા મારીમાં પડી ગયા હોવાનું ઇજાગ્રસ્ત ફરીયાદમાં જણાવ્યું હતું પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભુજ તાલુકાના સુખપર ગામમાં રહેતા રામજીત મનોજભાઇ પરમાર (ઉ.વ.17) તથા ભીમજી મનોજભાઇ પરમાર (ઉ.વ.23) તેમની બહેનને અવાર નવાર પરેશાન કરતા ગામના મનસુખ કાન્તીભાઇ પરમાર, દિનેશ કાન્તીભાઇ પરમાર, કાન્તીભાઇ સામજીભાઇ પરમારને સમજાવવા જતાં ઉસ્કેરાઇને ધોકા વડે ત્રણે આરોપીઓએ બન્ને ભાઇઓને માર મારતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ભુજ તાલુકાના બંદરા ગામમાં શનિવારે રાત્રે મોહનસિંહ જાટુભા જાડેજાને તુ ખેતરમાં ચોકી કેમ કરશ કહી ત્રણથી ચાર કચ્છી ભાષા બોલતા અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, તો ગડા સીમમાં માધાપર ગામમાં રહેતા વિશ્રામભાઇ અરજણભાઇ વોરા તથા તેમના પત્નિ જશીબેને ગડા ગામના હમીરને બે વર્ષ પહેલા ઘઉ વાવવા આપ્યા હતા જે પૈકી બાકી નિકળતા 2 હજાર રૂપિયાની ઉગરાણી કરતા શનિવારે સાંજે બન્ને દંપતિને હમીર કાના રબારી, કાન્તી નથુ રબારી, કિશોર લધા રબારી, રવજી લખમીર રબારીએ માર માર્યો હતો.

ભુજ તાલુકાના લોરીયા ગામે રહેતા મુંગા બહેરા ઉમર મામદ ધોધા તેની અપંગ પત્નિને તેના પીયર ઝિંકણી ગામે તેળવા ગયો હતો ત્યારે તેની પત્નિ બાયાબાઇ અન્ય પુરૂષ સાથે વાતો કરતી હોઇ તે બાબતે મુગા પતીએ તેને ઇશારાથી તેની સાથે આવવા જોર કરતા પત્નિ તથા તેની બહેન સુગરાબાઇ ઇમરાને ઉમરને માર મારતા ઇજાગ્રસ્તના ભાઇ સલીમ મામદ ધોધાએ પધ્ધર પોલીસમાં ફરીયાદ નોધાવી હતી.

{સુખપરમાં બહેનને પરેશાન કરતા શખ્સને સમજાવતા ભાઇઓને લમધાર્યો { બંદરામાં અાધેડને માર માર્યો {ગડા સીમમાં ઘઉના રૂપિયા મુદે હુમલો { ઝિંકણીમાં પત્નિને તેડવા આવેલા અપંગ પતિને સાળી તથા પત્નિએ ધોકાવ્યો

અન્ય સમાચારો પણ છે...