• Gujarati News
  • પૂર્વકચ્છમાં બે જુદા જુદા બનાવમાં ગાંધીધામ અને અંજાર તાલુકાના ખંભરા ગામના યુવાનોને જોખમી વાહન

પૂર્વકચ્છમાં બે જુદા-જુદા બનાવમાં ગાંધીધામ અને અંજાર તાલુકાના ખંભરા ગામના યુવાનોને જોખમી વાહનોએ ટક્કર મારતાં બન્નેની જીવનલીલા સંકેલાઇ હતી.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

આજેસવારે ગાંધીધામ-ભચાઉ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સ્કોર્પિયો નં. જીજે 12 જે 6012 ના ચાલક હરચંદ ખેતારામ સુથારે યુટીલિટી જીપ બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવતાં તે પલટી ગઇ હતી. અકસ્માતમાં ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે વાહનમાં બેઠેલા કુલ ચાર પ્રવાસીને સામાન્ય ઇજાઓ થઇ હતી. ફરિયાદી મગન હરચંદ સુથારની ફરિયાદ બાદ પોલીસે સ્કોર્પિયોચાલક અને મરણ જનારા હરચંદ સુથાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


પૂર્વકચ્છમાં બે જુદા-જુદા બનાવમાં ગાંધીધામ અને અંજાર તાલુકાના ખંભરા ગામના યુવાનોને જોખમી વાહનોએ ટક્કર મારતાં બન્નેની જીવનલીલા સંકેલાઇ હતી.

ચાંદ્રાણીથી ગાંધીધામ જતા માર્ગ પર સતાપર પાંજરાપોળ પાસે આઇવા ડમ્પરે ટક્કર મારતાં એસઆઇએસ નામની ખાનગી કંપનીના કર્મચારી અજય શિક્ષિત (38)નું મોત થયું હતું. મૃતક પોતાની બાઇક નં. જીજે 03 એફએમ 1995થી જઇ રહ્યા હતા. અકસ્માત બાદ ચાલક નાસી ગયો હતો.બીજા બનાવમાં અંજાર-ગાંધીધામ વચ્ચેના ગળપાદર હાઇવે પર આરટીઓ ઓફિસ પાસે 18/10ના સાંજે 7:15 વાગ્યે અજાણ્યા વાહને ટક્કર મારતાં ગાંધીધામ ખાતે નોકરીની શોધમાં ગયેલા અને પરત આવતા કેશવજી નથુભાઇ ખોખરા (45) નું અવસાન થયું હતું.

પલટી ગયેલી સ્કોર્પિયો કાર.

મેઘપર સર્જાયેલા અકસ્માતનું દૃશ્ય નજરે પડે છે.

ભચાઉ પાસે સ્કોર્પિયો

પલટતાં ચાલકનો જીવ ગયો

બેફામ ઝડપને લીધે ડિવાઇડર પર ચડી ગઇ : ચારને સામાન્ય ઇજા

ચાંદ્રાણી અને ખંભરાના યુવાનોને વાહનોએ ટક્કર મારતાં કાળ આંબ્યો

લોદ્રાણી-ખંભરામાં બે યુવાનનાં મોત

માર્ગ અકસ્માતમાં ત્રણ જિંદગી નંદવાઇ