• Gujarati News
  • કચ્છનાપાટનગર ભુજનો વહીવટ છેલ્લાં દોઢ વર્ષથી ધણીધોરી વગર ચાલી

કચ્છનાપાટનગર ભુજનો વહીવટ છેલ્લાં દોઢ વર્ષથી ધણીધોરી વગર ચાલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છનાપાટનગર ભુજનો વહીવટ છેલ્લાં દોઢ વર્ષથી ધણીધોરી વગર ચાલી રહ્યો છે, જેના કારણે શહેરના અનેક વિકાસકામો પર અસર પડી રહી છે. ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓનો ગેરવહીવટ ઉડીને આંખે વળગે છે. કાયમી મુખ્ય અધિકારીના અભાવે અનેક કામો શરૂ થઇ શક્યાં નથી, તો અનેક કામો અભેરાઇએ ચડી ગયાં છે. દોઢ વર્ષથી ભુજ સુધરાઇ ઇન્ચાર્જ સીઓના હવાલે ચાલી રહી છે, ત્યારે હવે આનો કોઇ ઉકેલ લવાય તેવી માંગ બળવત્તર બની છે.

ઓગસ્ટ-2013 બાદ ભુજ સુધરાઇ ઇન્ચાર્જના હવાલે સોંપાઇ ગયા બાદ પણ અનેક ઉથલપાથલો થઇ ગઇ છે. કચ્છની અંજાર, ભચાઉ, ગાંધીધામ જેવી નાની સુધરાઇને કાયમી સીઓ અપાયા છે, પણ ભુજ સુધરાઇમાં કાયમી સીઓ મૂકવા માટે કોઇ રાજકારણ રમાતું હોય તેવી પણ વાતો વહેતી થઇ છે. હાલે સત્તાધારી પક્ષમાં પડેલા મુખ્ય બે જૂથની હુંસાતુસી પણ કાયમી સીઓ ભુજને મળવા માટે જવાબદાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શહેરના વિકાસના આડે તથા નગરપ્રમુખની કામગીરી સામે રોડા નાખવા અમુક તત્ત્વો સક્રીય છે, ત્યારે તેનો ભોગ લોકો બની રહ્યા છે. બદલાતા રહેતા સીઓના કારણે ભુજ સુધરાઇમાં આવતા લોકોને ધરમધક્કા પડી રહ્યા છે. ઇન્ચાર્જ સીઓને અન્ય જગ્યાનો પણ ચાર્જ હોવાથી તેઓ સુધરાઇને પૂરતો સમય નથી આપી શક્તા, જેથી શહેરના લાઇટ, પાણી, રસ્તા હોય કે અન્ય કામો ઠેબે ચડી રહ્યાં છે.

તહેવારોના સમયમાં શહેરના દરેક રિંગરોડ પરની 80 ટકા લાઇટો બંધ પડી છે, ત્યારે સમસ્યાનો ઉકેલ લાવવા માટે કારોબારીમાં ભુજને પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં વહેંચીને ત્વરાએ ટેન્ડર બહાર પાડીને વહીવટ તેઓને સોંપાય, તેવી સીઓ સમક્ષ વાત મૂકાઇ હતી તેમજ દરમિયાન તહેવાર પૂરતી નવી ટીમ રાખીને બંધ લાઇટો ચાલુ કરાય તેવો પ્રસ્તાવ પણ મૂકાયો હતો, આમ છતાં એકથી વધુ સુધરાઇનો હવાલો સંભાળતા ચીફ ઓફિસરના કારણે શહેરના વિકાસને લગતું કામ ચાલુ થઇ શક્યું નથી.

અા અંગેચીફ ઓફિસર પારસ મકવાણાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે બે સુધરાઇના ચાર્જ છે, સાથે ડીએમઓની કામગીરી પણ હોય છે, તેથી જોઇએ એટલો સમય એક સુધરાઇને આપી શકાતો નથી. આમ છતાં સોમ, બુધ, શુક્રના અડધો દિવસ હું ભુજપાલિકામાં બેસું છું અને ઇમરજન્સી હોય તો પણ પહોંચી જાઉં છું. હું ઇચ્છું છું તો પણ પૂરતો ન્યાય નથી આપી શક્તો. મહદઅંશે મારા પૂરતા પ્રયાસ હોય છે. રહી વાત લાઇટ મુદે શહેરના બે ભાગ કરવાની, તો વિશે પદાધિકારીઓ દ્વારા મને મૌખિક વાત કરાઇ છે. કોઇ વિધિવત્ દરખાસ્ત નથી મૂકવામાં આવી