• Gujarati News
  • ક્રાઇમ રિપોર્ટર.ભચાઉ

ક્રાઇમ રિપોર્ટર.ભચાઉ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર.ભચાઉ

ભચાઉતાલુકાના મોટી ચીરઇ ગામના ઓવરબ્રિજ નીચે આવેલી શ્રી વિષ્ણુ ટિમ્બરમાં સોમવારે વહેલી સવારે ભીષણ આગ લાગતાં લાખોની નુકસાની થતાં તાત્કાલિક કંપની રહેતા સ્ટાફે માલિકને જાણ કરતાં દોડધામ મચી જવા પામી હતી. લોકો એકત્ર થઇ ગયા હતા.

આગના બનાવ અંગે આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આગના સમાચાર મળતાં કંપનીના માલિકે ફટાફટ ફાયર બ્રિગેડને જાણ કરતાં કંડલા ટિમ્બર તથા ગાંધીધામ નગરપાલિકાના ફાયર બ્રિગેડ તથા અલગ-અલગ ટિમ્બરોના ટેન્કરો મગાવી યુદ્ધના ધોરણે આગ ઓલાવી હતી. આગ એટલી ભયાનક હતી કે, તેને કાબૂમાં લેવા 4થી 5 કલાક સમય લાગ્યો હતો. આગમાં તમામ સેડ સોઇંગ કરેલું લાકડું તથા તમામ મશીનરી ભસ્મિભૂત થઇ જતાં અંદાજિત 65થી 70 લાખની નુકસાની થયાનું બહાર આવ્યું છે, તેવું કંપની ચલાવતા વસંતભાઇ શંકરભાઇ સૂરાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું.

મોટી ચીરઇની લાકડાંની મીલમાં ભીષણ આગ

મોટી ચીરઇમાં ઓવર બ્રીજ પાસે આવેલી લાકડાંની મીલમાં ઓચિંતી આગ લાગતાં તમામ માલ બળી ગયો હતો. આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડના કર્મચારી વ્યસ્ત નજરે પડે છે. }નરેન્દ્રસિંહ જાડેજા