• Gujarati News
  • National
  • આધોઇના અંબાજી મંદિરની દાનપેટીમાંથી 5000ની ચોરી

આધોઇના અંબાજી મંદિરની દાનપેટીમાંથી 5000ની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકાના આધોઇ ગામના અંબાજી મંદિરને તસ્કરોએ અભડાવી દાનપેટીમાંથી રોકડ ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા સામખિયાળી પોલીસે તપાસના ધમધમાટને આગળ ધપાવ્યો છે. સામખિયાળી પોલીસ મથકથી મળેલી વિગત અનુસાર ચોરીની ઘટનાને શનિવારની મધરાત્રે અઢી

...અનુસંધાન પાના નં.11



વાગ્યાનાઅરસામાં અંજામ અપાયો હતો.

અંબાજી મંદિરમાં પ્રવેશેલા તસ્કરોએ દાનપેટીનું તાળું તોડી તેમાં પડેલી 5000ની રોકડ ચોરી નાસી ગયા હતા. રવિવારે સવારે દાનપેટી તુટેલી હાલતમાં જોતાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.

ચોરીના બનાવ અંગે અરવિંદ કેશવ કોલીએ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તસ્કરી કરનારને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...