• Gujarati News
  • National
  • લાખોંદ પાટિયા પાસે બાઈકચાલકની ટક્કર વાગવાથી બે રાહદારી ઘાયલ

લાખોંદ પાટિયા પાસે બાઈકચાલકની ટક્કર વાગવાથી બે રાહદારી ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારેસાંજે 7 વાગ્યાના અરસામાં લાખોંદ પાટિયા નજીક ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર બાઇકચાલકે રાહદારીને અડફેટે લેતા રાહદારી સાથે બાઇકમાં પાછળ બેઠેલા વયસ્ક સહીત બે ઘાયલ થયા હતા, જો કે રાહદારી ની હાલત ગંભીર થઇ હતી.

સાંજના ભાગે બીકેટી કંપનીમાં ફરજ બજાવવા જઈ રહેલ ચંપેશ્વર નામના યુવકને આશાપુરા વોલ્કલૅ પધ્ધર ખાતે જઈ રહેલા માધાપરના બાઇકચાલક ભીમજી ભાનુશાલીએ બાઇકમાં ટક્કર મારી હતી.સિક્યુરિટી ગાર્ડ તરીકે આશાપુરામાં ફરજ બજાવતા ભીમજી ભાનુશાલી સાથે ભીમજી ગરવા જઈ રહ્યા હતા,અકસ્માતથી તેઓ પણ ફંગોળાઈ જતા રાહદારી ચંપેશ્વર અને ભીમજી ગરવા બંનેને ઈજાઓ પહોંચી હતી,જેમાં રાહદારીની હાલત ગંભીર હોતા હાજર લાખોંદ ના યુવાનોએ કૃત્રિમ શ્વાસઃછોશ્વાસ આપી 108 આવે ત્યાં સુધી સ્વસ્થ રાખવા પ્રયત્ન કર્યા હતા.જો કે 20 મિનિટ બાદ 108 મોડે મોડે આવતા હાજર લોકોમાં કચવાટ ફેલાયો હતો.

ખાનગી કંપનીના કર્મચારીને 108 મારફતે સારવાર માટે ખસેડાયો

અન્ય સમાચારો પણ છે...