તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વિપક્ષી નેતાના સરપંચ પત્નીએ ખોટી મંજૂરીથી પુત્રે હોટેલ બનાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિપક્ષી નેતાના સરપંચ પત્નીએ ખોટી મંજૂરીથી પુત્રે હોટેલ બનાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારનાભીમાસરની સીમમાં સર્વે નંબર 785/4/1 ની હોટેલનો પરવાનો રદ કરવા માટે માગણી કરાઇ છે. મિલકત કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વેલજીભાઇ હુંબલના પુત્રની માલિકીની હોવાનું જણાવાયું છે. તેમના સરપંચ પત્ની લક્ષ્મીબેન દ્વારા ખોટા નકશા પાસ કરીને બાંધકામની ખોટી મંજુરી તેમના પુત્રને અપાતા તેમને સરપંચ પદેથી દુર કરવાની પણ માગણી સ્થાનિક ગ્રામજન દ્વારા કરવામાં આવી છે. અરજણ હુંબલ દ્વારા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, વિપક્ષી નેતા દ્વારા દસ્તાવેજ દ્વારા તેમના પુત્ર હરેશને ઉપરોકત મિલકત વેંચાણ કરીને જગ્યાએ ગોકુલ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ શરૂ કરાયું છે, જેના માટે સરકાર પાસે ખોટી માહિતી રજૂ કરી છે. જીડબ્લ્યુઆઇએલની અંજારથી ભચાઉ જતી નર્મદાના પિવાના પાણીની પાઇપલાઇન છે તેના પર બાંધકામની પરવાનગી મેળવી છે કે કેમ તેવો સવાલ ઉઠાવ્યો છે. નેતાના પત્ની અને હરેશના માતા લક્ષ્મીબેન ભીમાસરના સરપંચ હતા ત્યારે સત્તાનો દુરપયોગ કરાયો હોવાના આક્ષેપ સાથે હોટેલનો પરવાનો રદ કરવા માટે માગ કરી છે. મામલે વિપક્ષી નેતા વી.કે.હુંબલે જણાવ્યું હતું કે, અરજણ હુંબલ પોતાનું દબાણ બચાવવા માટે ત્રણ માસથી ખોટી અરજીઓ કરે છે. નિયમ મુજબ બાંધકામ સહિતની પ્રક્રિયાઓ હોટેલ માટે કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો