તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વરસાણામાં ડ્રાઇવર પાસેથી થયેલી લૂંટનો આરોપી પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાણામાં ડ્રાઇવર પાસેથી થયેલી લૂંટનો આરોપી પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામતાલુકામાં પેટ્રોલિંગમાં રહેલી સ્થાનિક ગુન્હા શોધક શાખાને બાતમી મળેલી કે, ગળપાદર ઓવરબ્રીજ પાસે લૂંટમાં સંડોવાયેલો એક શખ્સ હાજર છે, જેથી ટીમે સ્થાનિકે જઇ વોચ કરતાં ચાની કેબિન પાસે આરોપી નજરે ચડેલો, જેથી કોર્ડન કરી લઇ આરોપીને ઝડપી લેવામાં આવતાં શખ્સે પોતાનું નામ ઇલિયાસ અયૂબ છરેચા (રહે. ખારીરોહર) હોવાનું તેણે જણાવ્યું હતું. શખ્સે બાદમાં, 8/7ના વરસાણા ખાતે એક કંપનીની બહાર ઊભેલા ટ્રક ડ્રાઇવરને છરી બતાવી ડ્રાઇવર પાસે રહેલા ભાડાના રોકડા રૂપિયા 43,800ની લૂંટ કરી જતા-જતા ડ્રાઇવર અને સુરક્ષા ગાર્ડના 2 મોબાઇલ પણ ઉઠાવી ગયો હતો. લૂંટમાં તેની સાથે અન્ય ત્રણ શખ્સો હનીફ ગની પરીટ, રજાક ભીલાલ કોરેજા, રફીક હનીફ વીરા (રહે. ત્રણેય-ચીરઇ, ભચાઉ) હોવાની પણ કબૂલાત આપી હતી. આરોપી પાસેથી 2 મોબાઇલ પણ મળી આવેલા જેની સંયુક્ત કિંમત 1500 જાહેર કરવામાં આવેલી, પૈકી 1000 રૂપિયાવાળો મોબાઇલ લૂંટમાં મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવેલો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો