તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છમાં 14 નવી પાણી પુરવઠા યોજનાને મંજૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં 14 નવી પાણી પુરવઠા યોજનાને મંજૂરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છનાગ્રામિણ વિસ્તારોમાં પીવાના પાણીની નડતી સમસ્યાઓનો હલ લાવવા વાસ્મો દ્વારા તૈયાર કરાયેલી 14 નવી યોજનાઓને મંગળવારે સમાહર્તા મુકુલભાઇ ગાંધીના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાંમંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત પાંચ નવી સુધારેલી યોજનાઓ મળી કુલ્લ રૂા. 363.25 લાખના ખર્ચે 19 યોજનાના કામો અંગે પરામર્શ કરાઇ હતી.

નવી યોજનાઓમાં વાસ્મો દ્વારા મંજૂરમાં અંજારના દેવળીયા, મુન્દ્રાના મોટા કપાયા, ભચાઉના જુના કટારીયા, વાંઢીયા, મોડપર, ગોડપર, લખધીરગઢ, લાખાપર તેમજ ભુજના ઉખડમોરા, ફોટડી, અબડાસાના લોહા, પિયોણી અને અકરી મોટીનો સમાવેશ થાય છે.

પ્રાથમિક શાળાઓમાં લાઇનથી પાણી અપાશે

કલેકટરેશિક્ષણાધિકારીને જણાવ્યું હતું કે, જે પ્રાથમિક શાળામાં પીવાના પાણીની વ્યવસ્થા નથી અને લાઇન નથી ત્યાં લાઇન જોડીને પાણી આપવા સુવિધા કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો