તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગાંધીધામમાં પ્રચારના પડઘમ શાંત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં પ્રચારના પડઘમ શાંત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામવિધાનસભા વિસ્તારની બેઠક માટે તા.9ના મતદાન કરાનાર છે. ચૂંટણી પંચના નિયમ મુજબ 48 કલાક અગાઉ પ્રચાર બંધ થઇ જાય છે. આજે સાંજે પાંચ કલાકે પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો હતો. માઇકના ભૂંગળાનો અવાજ બંધ થઇ જવાની સાથે સાથે જાહેર સભાઓ પણ આટોપાઇ ગઇ હતી. ઉમેદવારો દ્વારા હવે ઘરે ઘરે જઇને લોક સંપર્ક કરવાનો અભિગમ દાખવવામાં આવશે.

ગાંધીધામ, આદિપુર અને ભચાઉને આવરી લેવા વિધાનસભા વિસ્તારમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીનો ટેમ્પો જેવો જામવો જોઇએ તેવો જમાવવામાં નિષ્ફળ રહ્યા છે. આચારસંહિતાને કારણે જોવામાં આવે તો થોડી ઘણી અસર જોવા મળી હતી. જેને કારણે પ્રચારને બ્રેક લાગે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. ખાસ કરીને મધ્યસ્થ કાર્યાલય અને વોર્ડ ઓફિસ ખોલવામાં પણ વખતે કચાસ રાખવામાં આવી હોય તેમ જણાતું હતું. જાહેરસભાઓ ગજાવવા માટે બન્ને પક્ષના સ્થાનીક ઉપર સઘળો ભાર મુકવામાં આવ્યો છે. પ્રદેશ કે બહારથી કોઇ મોટા ગજાના પ્રચારક કહી શકાય તેવા નેતાને બોલાવવામાં બન્ને પક્ષો સરેઆમ નિષ્ફળ નિવડ્યા હતા. દરમિયાન ગુરૂવારે સાંજે પાંચ કલાકે પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે. હવે ઉમેદવારોએ કાર્યકરો સાથે ડોર ટુ ડોર સંપર્ક પર ભાર મુકવાનો રહેશે. ઘરે ઘરે જઇને પોતાના પક્ષ અને ઉમેદવારોનો પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરાશે.

ઝોનલવાઇસ રૂટની વ્યવસ્થા ગોઠવાઇ

મૈત્રી સ્કૂલથી સ્ટાફને રવાના કરાશે

ગાંધીધામવિધાનસભાની બેઠક માટે મૈત્રી સ્કૂલમાં ડીસ્પેચ અને રીસીવીંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. ગુરૂવારે સવારે ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીના સ્ટાફમાં અંદાજે 1100 પૈકી 990એ હાજરી પુરાવી હતી. 300 મતદાન મથકો પર પ્રીસાઇડીંગ ઓફિસર સહિતના કર્મચારીઓ મુકવા માટે થઇ રહેલી કાર્યવાહીમાં ઝોનલરૂટ સાથે કર્મચારીઓને બુથમાં રવાના કરવાની દિશામાં પગલા ભરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આજે કર્મચારીઓને બોલાવવામાં આવ્યા પછી શુક્રવારે સવારથી જે તે મતદાન મથક પર સ્ટાફને રવાના કરવા માટે એસટી બસમાં મોકલી આપવામાં આવશે. જે તે કર્મચારીઓને કયા બુથ પર જવાનું છે તેનો ઓર્ડર પણ આપી દેવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો