તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ધુમ્રસેરનો આનંદ લેતા નબીરાઓની પૂછપરછ કરી છોડી મુકાયા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુમ્રસેરનો આનંદ લેતા નબીરાઓની પૂછપરછ કરી છોડી મુકાયા હતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધુમ્રસેરનો આનંદ લેતા નબીરાઓની પૂછપરછ કરી છોડી મુકાયા હતા

ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

આરઆરસેલદ્વારા ગાંધીધામ મધ્યે ધમધમતા હુક્કાબારમા દરોડો પાડી નિયમ વિરુદ્ધ ચાલતી પ્રવૃતિઓને પકડી પાડવામાં આવી હતી. જેમાં પકડાયેલા બન્ને સંચાલકો માટે સાત દિવસના રીમાન્ડની માંગણી પોલીસે કરી હતી. પરંતુ કોર્ટે એક દિવસના રીમાન્ડ માન્ય રાખતા તેમને કસ્ટડીમાં મોકલી અપાયા હતા.

આર.આર. સેલ દ્વારા આઈજીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામના કચ્છકલા રોડ નજીક, મામલતદાર કચેરી પાસે વર્ષોથી ધમધમતા હુક્કાબાર ફ્લેવર્સમાં બુધવાર દરોડૉ પાડવામાં આવ્યો હતો. જેમાં પકડાયેલા સંચાલકો શંભુ કરશન બવા (આહીર) (ઉ.વ.31) (રહે. નંદગામ, નાની ચિરઈ તા. ભચાઉ) અને નરેન્દ્રસિંહ ભીમભા વાઘેલા (ઉ.વ.28) (રહે. 9એ, ડિએનવી કોલેજની બાજુમાં, ગાંધીધામ) ને 7 દિવસના રીમાન્ડની માંગ કોર્ટ સમક્ષ પોલીસે કરી હતી. કોર્ટે એક દિવસના રીમાન્ડ આપતા બન્નેને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. અંગે તપાસનીસ પીએસઆઈ ભાટીયાનો સંપર્ક કરતા તેમણે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતંુ. કાર્યવાહિ દરમ્યાન બે યુવાનો અને કેટલીક યુવતીઓને પુછપરછ અને ઉંમર પુછીનેજ મુકી દેવાયા હોવાનું પણ આંતરીક સુત્રોએ જણાવ્યું હતું. જેમાં સીએચએ અને ટીમ્બર ક્ષેત્ર સાથે જોડાયેલા વેપારીઓના પુત્રો સામેલ હોવાનું જાણવા મળેલ છે. પોલીસ સુત્રોએ સ્થળ પરથી બે યુવાનોની નોંધ લેવાઈ હોવાનું અને તેમના નિવેદન માટે હવે બોલાવાશે તેમ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો