• Gujarati News
  • National
  • નેતાઓના ખિસ્સા ખંખેરવા અગ્રણીઓની રણનીતી

નેતાઓના ખિસ્સા ખંખેરવા અગ્રણીઓની રણનીતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીમાંનેતાઓના ખિસ્સા ખંખેરવા માટે મંડળોથી માંડીને જુદા જુદા ક્ષેત્રના આગેવાનો વિવિધ નુસ્ખા અજમાવતા હોય છે. પ્રચારમાં આવેલા નેતાઓ સમક્ષ પોત પોતાના વિસ્તારમાં સુવિધા ઉભી કરવાના નામે રકમની માંગણી સીધીને આડકતરી રીતે કરીને રાજકારણીઓને પણ આગેવાનો શાણસામાં લેવાનો વ્યુહ અપનાવતા હોવાની વાત બહાર આવી રહિ છે.

ગાંધીધામ આદિપુર અને ભચાઉ વિધાનસભા ક્ષેત્રને આવરી લેતા વિસ્તારમાં રાજકારણીઓ હાલ મત મેળવવા માટે ઠેર ઠેર દોડધામ કરી રહ્યા છે. જે તે વિસ્તારમાં ઉમેદવાર કે તેના સમર્થકો જાય છે ત્યારે તેની સમક્ષ સ્થાનિક આગેવાનો મંડળના હોદેદારો કે જ્ઞાતિના અગ્રણી દ્વારા ખુટતી સુવિધાઓની માંગણી કરવામાં આવેલ છે. વ્યવસ્થા માટે આડકતરી રીતે ઉમેદવારો કે જેના સમર્થક પાસે પૈસા માંગવામાં આવી રહ્યા હોવાની વાત બહાર આવી રહિ છે. કેટલાક લોકો તો પોત પોતાના વિસ્તારમાં આટલા મત અમારી પાસે છે તેમ કહિને ઉમેદવાર કે તેના સમર્થનને વાત ગળે ઉતારવા માટે વિવિધ નુસ્ખા અજમાવવાની તક પણ છોડતા નથી.

ચૂંટણી પ્રચારમાં આવતા આગેવાનોને સુવિધા માટે ટટોળવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...