તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે સરકારી બાબુઓ મતદાન કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ વિધાનસભાની બેઠકમાં જોવામાં આવે તો ગાંધીધામની સાથે સાથે આદિપુર અને ભચાઉના વિસ્તારો સમાવિષ્ઠ થયેલા છે. 300થી વધુ મતદાન મથકો પર 2.27 લાખ મતદારો મતદાન કરનાર છે. જ્યારે મતદાનની પ્રક્રિયામાં જોડાયેલા સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તા.30 અને 1ના સીજી ગીદવાણી સ્કૂલમાં સવારના 9 કલાકથી સરકારી બાબુઓ મતદાન કરશે.

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ. કથળ અને મદદનીશ ચૂંટણી અધિકારી સુરેશ શાહના માર્ગદર્શન હેઠળ વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. ચૂંટણી સંદર્ભે ભરવામાં આવેલા પગલામાં સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાંથી કર્મચારીઓના નામની યાદી મંગાવવામાં આવી હતી. યાદી મંગાવ્યા પછી તેમાંથી કર્મચારીઓને પ્રિસાઇડીંગ ઓફિસર કે બુથ પર અન્ય કામગીરી સોંપવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. દીન દયાલ પોર્ટના કર્મચારીઓને પણ કામગીરીમાં જોતરવામાં આવતા પોર્ટનો વહીવટ કથળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવ્યા પછી પોર્ટના કેટલાક કર્મચારીઓને મુક્તિ આપવામાં આવી હતી. દરમિયાન તૈયાર થયેલા લીસ્ટ પછી કર્મચારીઓને મતદાન અને મત ગણતરી વખતે સેવા આપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. ઉપરાંત અન્ય જુદી જુદી ટીમમાં પણ કર્મચારીઓને કામ લગાડવામાં આવ્યા છે. ગાંધીધામ ક્ષેત્રના કર્મચારીઓ સહિત ચૂંટણીમાં રહેલા કર્મચારીઓને માટે પોસ્ટલ બેલેટથી મતદાનની કાર્યવાહી હાથ ધરવા માટે નક્કી કરવામાં આવ્યું છે. બે દિવસ સીજી ગીદવાણીમાં મતદાન કરવામાં આવ્યા પછી આદિપુરની લીલાશાહ કુટીયામાં પણ મતદાનની સાથે સાથે કર્મચારીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. લીલાશાહ કુટીયામાં કરવામાં આવેલા ટ્રેનીંગના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રાખવાના હોવાથી ટુકડા પાડીને રીતે મતદાનની પ્રક્રિયા પણ આટોપાય તે માટે પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. મતદાનને અનુલક્ષીને કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

મૈત્રી સ્કૂલમાં ધમધમાટ શરૂ થયો

વિધાનસભાનીચૂંટણીમાં ડિસ્પેચ અને રીસીવીંગ સેન્ટર મૈત્રી સ્કૂલ નક્કી કરવામાં આવ્યું છે. મામલતદાર તથા નાયબ ચૂંટણી અધિકારી સહિતનો કાફલો મૈત્રી સ્કૂલમાં સ્થળ પર જઇને જુદી જુદી બાબતોની ચકાસણી કરી રહ્યા છે અને મતદાન મથક પર કોઇ કચાસ રહે તે માટે તથા લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવાની કાર્યવાહીમાં લાગી ગયા છે. સ્થળે પડાવ નાખીને બેઠેલા અધિકારીઓ દ્વારા જુદી જુદી બાબતોનો વિચાર વિમર્શ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

ગાંધીધામની સીજી ગીદવાણી સ્કૂલમાં મતદાન મથક ઉભું કરાયું

અન્ય સમાચારો પણ છે...