નેગેટિવ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ ભુજ

રવિવારેકચ્છમાં ત્રણ અલગ-અલગ બનાવોમાં 3 મનુષ્ય જીવો કાળનો કોળીયો બન્યા હતા. અલગ-અલગ બનાવોમાં ઘટના બાદ સ્થાનિકોમાં અરેરાટી ફેલાઇ હતી.

પશ્ચિમ કચ્છમાં એકમાત્ર આકસ્મીક બનાવમાં નલીયા-રામપર રોડ પર 25/3 ના રોજ 8:15 વાગ્યાના અરસામાં નલીયા-રામપર રોડ પર બાઇક પર જઇ રહેલા મોનીયા સ્વામી સનીપાર (ઉ.-27) વાળો અચાનક આવેલી ગાયને બચાવવા જતાં અકસ્માત સર્જી બેઠો હતો જેને પ્રથમ નલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને ત્યાંથી માથા-છાતીની ગંભીર ઇજાઓના કારણે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં, ફરજ પરના તબીબ પરેશ મહેતાએ તેને મૃત જાહેર કરી સંલગ્ન પોલીસ મથકે જાણ કરતાં જીવલેણ અકસ્માતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.

પૂર્વ કચ્છમાં આકસ્મીક મોતના 2 બનાવો બન્યા હતા. સત્તાપર ફાટક પાસે ટ્રક નં. જીજે-1-એટી-3595 ના ચાલકે બાઇક નં. જીજે12-બીસી-7742 ના બાઇકસવારને ઠોકર મારતાં બાઇકચાલક, અંજાર તાલુકાના મીઠા પસવારીયા ગામના રહેવાસી શામજીભાઇ ભુરાભાઇ આહિર (ઉ.-40) વાળાને ગંભીર ઇજાઓ પહોંચતા તેણે સ્થળ પર દમ તોડી દીધો હતો. પોલીસે મૃતકના ભાઇ ધનજી ભુરા આહિરની ફરિયાદ પરથી ટ્રકચાલક વિરૂધ્ધ બેદરકારીથી વાહન ચલાવી જીવલેણ અકસ્માત સર્જવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગળપાદર પાસે બનેલા બનાવ સંદર્ભે સંદીપ સોમદેવ શર્માની ફરિયાદ અનુસાર રવિવારે સાંજે 4 વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારીને પાડી દેતાં ભચાઉ જઇ રહેલા તેના પિતા સોમદેવ શર્માને અડફેટૅ લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું સારવાર માટે લઇ જતી વખતે પ્રાણપંખેરૂં ઉડી ગયું હોવાથી અજાણ્યા વાહનચાલક સામે બેદરકારીથી વાહન ચલાવી જીવલેણ અકસ્માત સબંધે ગુનો નોંધાવ્યો હતો. આકસ્મીક બનાવોને પગલે રક્તરંજીત બનેલા માર્ગો પરથી પસાર થનારા અન્ય વાહનચાલકોમાં લોહીના ખાબોચીયા અને ભંગારમાં ફેરવાયેલા વાહનો જોઇ અરેરાટી ફેલાઇ હતી. એમ પણ કહેવાયું હતું કે, ટ્રાફિક સપ્તાહની ઉજવણી વખતે ટ્રાફિક જાળવવાની ગુલબાંગો પુકારાય છે અને પછી બધું જેસે થે થઇ જતું હોવાથી અકસ્માતો ઘટવાના સ્થાને સતત વધી રહ્યા છે.

નલીયા-રામપર રોડ, ગળપાદર, સત્તાપર પાસે અકસ્માત સર્જાયા

અન્ય સમાચારો પણ છે...