Home » Gujarat » Bhuj » Bhachu » ભુજોડી-ભચાઉ પાસેનો ઓવરબ્રીજ તાકીદે પૂર્ણ કરો

ભુજોડી-ભચાઉ પાસેનો ઓવરબ્રીજ તાકીદે પૂર્ણ કરો

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 05:40 AM

ભુજોડી અને ભચાઉ રેલવે ફાટક પાસેના ઓવરબ્રીજનું કામ છેલ્લા ઘણા વખતથી એવું ટલ્લે ચડ્યું છે કે વાહનચાલકો ત્રાસી ગયા...

  • ભુજોડી-ભચાઉ પાસેનો ઓવરબ્રીજ તાકીદે પૂર્ણ કરો
    ભુજોડી અને ભચાઉ રેલવે ફાટક પાસેના ઓવરબ્રીજનું કામ છેલ્લા ઘણા વખતથી એવું ટલ્લે ચડ્યું છે કે વાહનચાલકો ત્રાસી ગયા છે. કચ્છ જીલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ ભગીરથસિંહ રાણાએ રજૂઆતમાં જણાવ્યા મુજબ ફાટકને લીધે અહીં ટ્રાફીકજામને લીધે વાહનો એવાં અટવાઇ જાય છે કે ક્યારેક કટોકટીમાં બહાર સારવાર માટે લઇ જવાતા દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે. અગાઉ મંત્રી નીતીન પટેલે જલ્દી કામ થશે તેવું કહેવા છતાં બાર મહિના થયા હજી કામ ચાલુ થયું નથી તથા કચ્છ કોંગ્રેસ પણ ધરણા કરી ચૂકી છે ત્યારે વિપક્ષ દ્વારા આ બ્રીજના કામ માટે વિધાનસભામાં અવાજ ઉઠાવાય તે જરૂરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ