• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • જુના કટારિયામાં વૃધ્ધા કુવામાં પડી જતાં મોત

જુના કટારિયામાં વૃધ્ધા કુવામાં પડી જતાં મોત

ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામની વૃધ્ધા કુવામાં પડી જતાં તેનું મોત નિપજ્યું હતું ગામલોકોને જાણ થતાં આ વૃધ્ધાના...

DivyaBhaskar News Network | Updated - Mar 10, 2018, 05:40 AM
જુના કટારિયામાં વૃધ્ધા કુવામાં પડી જતાં મોત
ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામની વૃધ્ધા કુવામાં પડી જતાં તેનું મોત નિપજ્યું હતું ગામલોકોને જાણ થતાં આ વૃધ્ધાના મૃતદેહને ખાટલો કુવામાં ઉતારી બહાર કાઢવામાં આવ્યો હતો.

આ બાબતે પોલસ સૂત્રોએ આપેલી વિગતો મુજબ,જુના કટારિયામાં રહેતા 80 વર્ષીય હરબાઇબેન ભોજાભાઇ વાડાભાઇ પટેલ સવારથી લાપત્તા બન્યા હતા જેથી તેની શોધખોળ શરૂ થઇ હતી ત્યારે આ વૃધ્ધાનો મૃતદેહ ભાવેશ્વર મંદીરનજીક આવેલા વચલા કુવામાં દેખાતાં ગામલોકોએ ખાટલામાં દોરડું બાંધી કુવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો આ બનાવ સવારે 11 વાગ્યા પહેલા બન્યો હોવાનું જાણવા મળ્યું છે આ વૃધ્ધાને લઇ આવનાર ગામના લક્ષ્મણભાઇએ આ વૃધ્ધા અસ્થિર મગજના હોવાનું જણાવ્યું હતું.લાકડિયા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધ્યો હતો.

X
જુના કટારિયામાં વૃધ્ધા કુવામાં પડી જતાં મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App