તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મતદાન મથકોમાં સુવિધાનો અભાવ દુર કરવા પગલા ભરાશે

મતદાન મથકોમાં સુવિધાનો અભાવ દુર કરવા પગલા ભરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ,આદિપુર અને ભચાઉ વિસ્તારને જોડતી ગાંધીધામ અનુસુચીત જાતીની અનામત વિધાનસભાની બેઠકમાં સંકુલમાં જોવામાં આવે તો મતદાન મથકોમાં સુવિધાઓ હોવાની વાત બહાર આવી રહિ છે. 160 જેટલા મતદાન મથકો પર સર્વે પછી બાબતની માહિતી મળતા મામલતદાર કચેરીને રીપોર્ટ કરીને સુવિધાઓ પરીપુર્ણ કરવા માટે પગલા ભરવા માટે જણાવાયુ છે.

સંકુલના મતદાન મથકોમાં કોઇ કચાસ રહિ જાય તે માટૅ અગાઉ સુચના આપવામાં આવી હતી. મતદાન મથકોમાં જરુરીયાત હોય તે તમામ પ્રાથમિક સુવિધાઓ હોવી જોઇએ તે સંદર્ભે અપાયેલી સુચના પછી પાલિકાના 3 ઈન્સપેક્ટરો દ્વારા જુદા જુદા મતદાન મથકો પર જઈને ચકાસણી હાથ ધરી હતી. જેમાં કેટલાક મતદાન મથકો પર પાણીની સુવિધા, દરવાજા હોવા સહિતના મુદાઓ ઉડીને આંખે વળગ્યા હતા. પાલિકાના સેનેટરી ઈન્સેપેક્ટરોએ સંકુલના જુદા જુદા મતદાન મથકો પર જઈને જરુરી વિગતો એકત્રીત કરી હતી. તેમ જાણવા મળી રહ્યુ છે. હવે મામલતદાર કચેરીમાં રીપોર્ટ આપવામાં આવ્યા પછી, સત્વરે કેવી રીતે પગલા ભરવામાં આવે છે, તે જોવુ રહ્યુ. ઉલ્લેખનીય છે કે સંકુલના મતદાન મથકો પૈકિ કેટલીક શાળાઓમાં પ્રાથમિક સુવિધા હોવા અંગે અવાર નવાર ફરીયાદ પણ ઉઠે છે, અને બાબતે પગલા ભરવા માટે માંગણી પણ કરવામાં આવે છે. પરંતુ તેનો હલ આવતો હોય તેમ જણાતુ નથી.

ગાંધીધામ, આદિપુરમાં સર્વેમાં બહાર આવી વિગત

પ્રાથમીક સુવિધા જરુરી

મતદાનમથકો પર પ્રાથમિક સુવિધા હોવી જરુરી છે. મતદારો ઉપરાંત ચુંટણી કામે કાર્યરત રહેલા સ્ટાફના માથે પણ વિવિધ પગલા ભરવામાં આવતા હોય છે. પરંતુ કેટલીક વખત માત્ર ઉપરછલ્લી રીતેજ કાર્યવાહિ કરવામાં આવતી હોય છે. જેથી કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડૅ તેવી સ્થીતી નિવારવા માટે ચુંટણી પચ દ્વારા આગોતરી રીતે સુચના પણ આપવામાં આવે છે. નિરીક્ષકો દ્વારા જે તે મતદાન મથકો પર જઈને ચકાસણીની કામગીરી પણ કરી શું શુ સુવિધા છે, જેની વિગત મેળવતા હોય છે.

3 અધિકારોઓએ ચકાસણી કરી મામલતદાર કચેરીને રીપોર્ટ કરાયો

અન્ય સમાચારો પણ છે...