તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોડી રાત સુધી ઘોંઘાટ સર્જતા કાર્યક્રમો વિરૂધ્ધ ભચાઉ પોલીસે ધોકો પછાડ્યો

મોડી રાત સુધી ઘોંઘાટ સર્જતા કાર્યક્રમો વિરૂધ્ધ ભચાઉ પોલીસે ધોકો પછાડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડીરાત સુધી ચાલતા ખાનગી સાંસ્કૃતીક કાર્યક્રમોને કારણે અન્યોને માટે ન્યુસન્સ વેલ્યુ સર્જાતી હોવાથી, સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર, 12 વાગ્યા પછી માઇક અને સ્પીકર્સના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ભચાઉ ખાતે આવા કાર્યક્રમો વિરૂધ્ધ પોલીસે અચાનક નિયમનો ધોકો પછાડતાં સંગીતના કાર્યક્રમો સાથે સંકળાયેલા વર્ગમાં સોંપો પડી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભચાઉ પોલીસે શનીવારે રાત્રે 11.45 બાદ પણ માઇક અને સ્પીકર્સ ચાલુ હોવાનું જાણ્યા બાદ આવા ખાનગી કાર્યક્રમો પર કાયદેસરની કાર્યવાહી કરી, 3 સ્થાનોએ કૌટુંબીક પ્રસંગોમાં સ્પીકર્સ અને માઇકનો ઉપયોગ અટકાવી, ધોરણસરની કામગીરી હાથ ધરી હતી. હેઠળ સંચાલક એવા હરીભાઇ વેલજીભાઇ મેરીયા (હે. ધમડકા, તા. અંજાર) તથા ગુમાનગર મોરારગર બાવાજી (રહે. તાતાનગર, ભચાઉ) વિરૂધ્ધ, બીજા કાર્યક્રમમાં ભાવેશ મગનભાઇ દરજી (રહે. નવા ભચાઉ) અને વિષ્ણુભાઇ રજપૂત (રહે. ભચાઉ) તથા ત્રીજા કાર્યક્રમમાંથી દ્વારકેશ નટવરલાલ દવે (રહે. મહેસાણા) અને જયેન્દ્રસિંહ અનુભા જાડેજા (રહે. ભચાઉ) વાળાઓને સ્પીકર્સ બંધ કરાવી, સરકારી નિયમનોનો ભંગ કરવા સબબની કામગીરી હાથ ધરતાં કલાકાર વર્ગ ઉપરાંત, કૌટુ઼બીક કાર્યક્રમનું આયોજન કરનારાઓમાં ચકચાર ફેલાઇ હતી.

નિયમોના ભંગ બદલ હાથ ધરવામાં આવેલી કાર્યવાહી ભચાઉના પી.એસ.આઇ. જે.પી. સોલંકી અને તેમના સ્ટાફે કડકાઇથી હાથ ધરી હોવાનું પોલીસ સ્ટેશનમાંથી જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર, છેલ્લા પાંચ-સાત વર્ષથી નવરાત્રી પણ 12 વાગ્યે બંધ કરાવની આયોજકોને ફરજ પડી હતી.

પોલીસને પાવર દેખાડાયો પણ...

એકલગ્નના કાર્યક્રમમાં પહોંચેલી પોલીસને યજમાનોએ સામે થઇ, સામ, દામ, દંડ અને ભેદ દ્વારા પાછી વાળવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને સામાજીક અગ્રણીઓથી લઇ રાજકીય આગેવાનો સુધ્ધાના સબંધોનો હવાલો આપવામાં આવ્યો હતો પરંતુ પોલીસે મચક આપી ન્હોતી તેથી આખરે યજમાનોએ નમતું જોખવું પડ્યું હતું. પછી પોલીસે કોઇ જાતની સાડા બારી રાખ્યા વિના ધોરણસરની કામગીરી હાથ ધરી હતી અને સ્પીકર્સ વગેરે તુર્ત બંધ કરાવી નાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...