• Gujarati News
  • ભુજ ભચાઉમાં ફરસાણના ભાવ નિયત કરાયા

ભુજ-ભચાઉમાં ફરસાણના ભાવ નિયત કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંદિવાળી નિમિત્તે લોકોને નક્કી કરેલા દરે ફરસાણ મીઠાઇ મળી રહે તે હેતુથી મળેલી બેઠકમાં પર્વ પૂરતું ભાવ બાંધણું કરાયું હતું.

મીઠાઇ અને ફરસાણના વેપારીઓની મળેલી બેઠકમાં ફરસાણ કપાસિયા તેલમાં કિલોના રૂા. 140 અને સિંગતેલમાં રૂા. 160, વેજીટેબલ મીઠાઇ 140થી 160, મિક્સ મીઠાઇ 350, માવાની મીઠાઇ રૂા. 320 તેમજ દેશી ઘીની કચ્છી મીઠાઇ રૂા. 280 રૂપિયે કિલો વેંચવા ઠરાવાયું હતું.

બેઠકમાં અશોક ઠક્કર, નરેન્દ્ર નવીનચંદ્ર મંગલજી, ચેતન કંદોઇ, જેઠાલાલ ઠક્કર સહિતના વેપારી અગ્રણીઓ હાજર રહ્યા હોવાનું મામલતદારની યાદીમાં જણાવાયું હતું.

ભચાઉમાં મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલી ફરસાણ-મિષ્ટાનના વેપારીઓની બેઠકમાં દીપોત્સવ પર્વ નિમિત્તે ભાવ બાંધણું નક્કી થયું હતું.

દિવાળી પ્રસંગે લાડુ, મોહનથાળ, સાટા કિલોના 110 (તેલમાં) અને 230 (શુદ્ધ ઘી), ગુલાબજાંબુ રૂા.210, દુધની મીઠાઇ 240 તેમજ ફરસાણ 100 રૂપિયે કિલો, ફરાળી ચેવડો 140, ફાફડા 170 અને જલેબી 100 રૂપિયે કિલો વેચાણ કરવા નિર્ણય લેવાયો હતો તેવું મામલતદારની યાદીમાં જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અન્ય તાલુકાઓમાં પણ ભાવ બાંધણાના નિર્ણય લેવાઇ રહ્યા છે.