• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • ભચાઉ નજીક ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર રચનારાઓને ઝડપવા પોલીસ ઉંધા માથે

ભચાઉ નજીક ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર રચનારાઓને ઝડપવા પોલીસ ઉંધા માથે

ગાંધીધામથી અમદાવાદને જોડતા ભચાઉ-ચીરઇ પાસેના રેલવેટ્રેકમાં ભાંગફોડ કરી અજાણ્યા શખસોએ ટ્રેનને ઉથલાવી પાડવાનુ઼...

DivyaBhaskar News Network | Updated - Feb 27, 2018, 04:40 AM
ભચાઉ નજીક ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર રચનારાઓને ઝડપવા પોલીસ ઉંધા માથે
ગાંધીધામથી અમદાવાદને જોડતા ભચાઉ-ચીરઇ પાસેના રેલવેટ્રેકમાં ભાંગફોડ કરી અજાણ્યા શખસોએ ટ્રેનને ઉથલાવી પાડવાનુ઼ ષડયંત્ર રચ્યું હતુ઼. ત્યારે આ ષડયંત્ર રચનારાઓને ઝડપી પાડવા માટે પોલીસ તંત્ર ઉંધા માથે થયું હોવા છતાં આ ઘટના ઘટયાના 24 કલાક પછી પણ પોલીસને અા આરોપીઓ અંગેની કોઇ નકકર કડી હાથ લાગી નથી.

રવિવારે સાંજના અરસામાં ભચાઉથી ચિરઇને જોડતા રેલવેટ્રેક પર 211 નંબરના લેવલ ક્રોસીંગ ગેટમાં ભચાઉ તરફ જતા ટ્રેક પર દોઢ મિટર લાંબો સિમેન્ટ બ્લોક અને લોખંડના સળિયા બાંધેલી હાલતમાં પડેલા મળી આવ્યા હતા. જે રીતે આ સિમેન્ટનો બ્લોક અને સળિયા પડેલા હતા તે જોતાં કોઇએ આયોજનબધ્ધ રીતે ટ્રેકને નુકશાન પહોંચાડી અહીથી પસાર થનારી ટ્રેનને ઉથલાવી પાડવાનું ષડયંત્ર રચ્યું હોય તેવી વાતપ્રથમ દ્રષ્ટિએ સામે આવતા રેલવે પોલીસ ફોર્સે ઘટના અંગે ભચાઉ પોલીસ મથકે અજાણ્યા શખસો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે. ભચાઉના પી.આઇ એમ.આર. ગોઢાણિયાને પુછતાં તેમણે ઘટના અ઼ગેની તપાસ ચાલી રહી હોવાનું

જણાવી હજુ સુધી આરોપીઓ અંગેની કોઇ કડી મળી ન હોવાનું જણાવ્યું હતુ઼. રેલવે પ્રશાસન અને પોલીસે રવિવારે મોડી રાત સુધી અને સોમવારે દિવસભર ટ્રેક આસપાસ રહેતા લોકોના નિવેદન મેળવી તેમણે કોઇ શંકાસ્પદ વ્યકિતને અા વસ્તુ રાખતા જોયા હોય તો તેની માહિતી આપવા જણાવ્યું છે.

X
ભચાઉ નજીક ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર રચનારાઓને ઝડપવા પોલીસ ઉંધા માથે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App