ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» નીતા રાજગોર દિયર સાથે આપઘાત કરવા ગયા હોવાનો ઘટસ્ફોટ

    નીતા રાજગોર દિયર સાથે આપઘાત કરવા ગયા હોવાનો ઘટસ્ફોટ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 04:40 AM IST

    ચકચારી ભચાઉના મહિલા મોત પ્રકરણમાં તેની સાથે ઘાયલ અવસ્થામાં મળી આવેલા યુવાને પોલીસને આપેલા નિવેદન બાદ નવો વળાંક...
    • નીતા રાજગોર દિયર સાથે આપઘાત કરવા ગયા હોવાનો ઘટસ્ફોટ
      નીતા રાજગોર દિયર સાથે આપઘાત કરવા ગયા હોવાનો ઘટસ્ફોટ
      ચકચારી ભચાઉના મહિલા મોત પ્રકરણમાં તેની સાથે ઘાયલ અવસ્થામાં મળી આવેલા યુવાને પોલીસને આપેલા નિવેદન બાદ નવો વળાંક આવ્યો છે. યુવકના નિવેદન અનુસાર બંન્ને આપઘાત કરવા માટૅજ રેલવે ટ્રેક પર ગયા હતા. આ પહેલા પોલીસને મોર્નિંગ વોક માટૅ ગયા હતા ત્યારે ઘટના બની હોવાનું જણાવાયુ હતુ.

      ગત તા.22/02 ના ભચાઉમાં રહેતા નીતાબેન રાજગોર અને તેમના દીયર આનંદ જોષી ભચાઉ ચોપડવા રેલવે ટ્રેક પરથી મળી આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ નીતાબેનનું મોત નિપજ્યુ હતુ અને આનંદ જોષીને સારવાર માટૅ ખસેડાયા હતા. પોલીસ ચોપડે ચડેલી વિગત અનુસાર મોર્નિંગ વોક પર નિકળ્યા બાદ ટ્રેનની અડફેટૅ આવતા ઘટના બની હોવાનું નોંધાયુ હતુ. પરંતુ આ થીયરી અંગે શરુઆતથી લોકમુખે વિવિધ ચર્ચાઓ ફેલાઈ હતી તે વચ્ચે પોલીસના સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ કે ઘાયલ આનંદ જોષીએ તેવો બંન્ને આપઘાત કરવા માટેજ રેલવે ટ્રેક પર ગયા હોવાનું નિવેદન આપ્યુ હતુ. જોકે તે પાછળનું કારણ અંગે પોલીસે મૌન સેવી રહી છે ત્યારે આ અંગે પોલીસે દ્વારા ઘટના સ્થળની આસપાસથી થયેલા ફોન કોલ્સની ડીટૅઈલ્સ કઢાવવા પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો પીએમ રીપોર્ટ મંગળવારે આવશે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.

      ઘાયલ દિયર મૃતકના ધબકારા ચકાસી રહ્યો છે

      22મી ફેબ્રુઆરીએ નીતા રાજગોર અને તેના દિયર આનંદ જોષી રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યા હતા. એ સમયે ઘાયલ હાલતમાં આનંદ જોષીએ નિશ્ચેતન પડેલા નીતાબેનના ધબકારા તપાસ્યા હતા. આ ઘટનાના વીડિયો ફુટેજ બહાર આવ્યા બાદ ઘણા એવું પણ કહે છે કે, તે ચેનચાળા કરી રહ્યા છે. પણ, મૃતદેહની સાથે કોઈ અેવું અશોભનિય કૃત્ય કરે તે માની શકાય તેમ જ નથી. તસવીર : ભાસ્કર

      ટ્રેનના ડ્રાઈવર અને માતા-પિતાના નિવેદન લેવાના બાકી

      ગાંધીધામ | પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ કે ઘટના અંગે ટ્રેનના ડ્રાઈવરના અને મહિલાના માતા પીતાના નિવેદન લેવાનું બાકી છે. સમગ્ર ઘટના જે રીતે સામે આવી છે તેમા તેમના નિવેદન પણ મોટો ભાગ ભજવશે તેવુ જાણકાર વર્તુળોનું માનવુ છે. ઘટનાના ત્રીજા દિવસે બહાર આવેલ વીડિયો ક્લિપ અને ફોટોગ્રાફ્સે ચકચાર જગાવી મુકી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: નીતા રાજગોર દિયર સાથે આપઘાત કરવા ગયા હોવાનો ઘટસ્ફોટ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `