ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» RR સેલમાંથી 4 કર્મીઓની બદલી સામે 9ની નિમણુક

    RR સેલમાંથી 4 કર્મીઓની બદલી સામે 9ની નિમણુક

    DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 04:40 AM IST

    સરહદી બોર્ડર રેન્જની આર આર સેલમાં ફરજ બજાવતા 3 કર્મચારીઓની બદલી કરી આઇજીપીએ અન્ય આઠ કર્મચારીઓને નિમણુક આપવાનાં...
    • RR સેલમાંથી 4 કર્મીઓની બદલી સામે 9ની નિમણુક
      RR સેલમાંથી 4 કર્મીઓની બદલી સામે 9ની નિમણુક
      સરહદી બોર્ડર રેન્જની આર આર સેલમાં ફરજ બજાવતા 3 કર્મચારીઓની બદલી કરી આઇજીપીએ અન્ય આઠ કર્મચારીઓને નિમણુક આપવાનાં ઓર્ડર જારી કર્યા છે.

      પ્રાપ્ત વિગતો મુજબ સરહદી બોર્ડર રેન્જમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલીના હુકમ આજીપી પીયુષ પટેલે જારી કર્યા હતા, જેમા સમય મર્યાદા પૂર્ણ થતાં આર આર સેલમાં ફરજ બજાવતા કિશોરસિંહ બી જાડેજાને પશ્ચિમ કચ્છમાં જ એસઓજીમાં બદલી કરાઇ છે, તે ઉપરાંત પાટણ બનાસકાંઠાના પણ ત્રણ કર્મ ચારીઓને જેતે જિલ્લામાં બદલી કરાઇ છે.

      તો આ કર્મચારીઓના સ્થાને પશ્ચિમ કચ્છ પેરોલ ફરલો સ્કોર્ડમાં ફરજ બજાવતાં નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને આર આર સેલમાં મુકાયા છે.

      તેમજ, ગઢશીશા પોલીસ મથકમાં ફરજ બજાવતા અેએસઆઇ અબ્દુલ સતાર ગાભાભાઇ સમેજા, માંડવીના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ મનુભાઇ ભટ્ટી, પૂર્વ કચ્છના ભચાઉ ડીવાયએસપી કચેરીમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પ્રેમજીભાઇ રામજીભાઇ સામળિયા તેમજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા જગદીશસિંહ દિલુભા સરવૈયા અને બનાસકાંડા પેરોલ ફરલોમાં ફરજ બજાવતા ખુભાજી રામાજી ઠાકોર, દાતીવાડાના માનસંગભાઇ રત્નાભાઇ પટેલ, વારાહીના પ્રવિણભાઇ ડાહ્યાભાઇ મકવાણા, સિધ્ધપુરના મનુભાઇ કરશનભાઇ દેશાઇ સહિતનાઓને જેતે પોલીસ મથકોમાંથી સરહદી રેન્જ આર આર સેલમાં નિમણુક કરવામાં આવી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: RR સેલમાંથી 4 કર્મીઓની બદલી સામે 9ની નિમણુક
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `