તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રતનપરમાં સાંગવાળી માતાજી મંદિરે પ્રથમવાર 52 ગજની ધજા ચડાવાઇ

રતનપરમાં સાંગવાળી માતાજી મંદિરે પ્રથમવાર 52 ગજની ધજા ચડાવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકાના રતનપર ગામમાં સાંગવાળી માતાજીના મંદિરે ખડીર પંથકનો એકમાત્ર બે દિવસનો મેળો ભરાયો હતો, જેમાં પ્રથમવાર મંદિર પર 52 ગજની ધજા ચડાવાઇ હતી. સ્થાનિક તેમજ આસપાસની સાત ગ્રામ પંચાયતો હેઠળ આવતા ગામોના લોકોએ મેળાને મનભરીને માણ્યો હતો. સંતવાણી તેમજ દાંડિયારાસમાં 9 લાખ જેટલી ઘોરની આવક થઇ હતી.

ભાદરવા સુદ તેરસ અને ચૌદસે યોજાતા પારંપરિક મેળાનો આરંભ માતાજીના મંદિરેથી નીકળેલી પાલખીયાત્રા સાથે થયો હતો. શોભાયાત્રાની શરૂઆત મેળા સમિતિના ઉપપ્રમુખ નરેન્દ્રદાન ગઢવી, રૂપેશ પટેલ તેમજ ખીમજી પટેલે કરાવી હતી. પાલખીને મેળાના મેદાનમાં પ્રદક્ષિણા કરાવાયા બાદ મંદિર પર મેળા સમિતિના ઉપપ્રમુખના આર્થિક સહયોગથી નવનિર્મિત ટાવર પર પહેલીવાર 52 ગજ લાંબી ધજા ચડાવાઇ હતી. રાત્રે યોજાયેલી સંતવાણીમાં 8 લાખ અને દિવસભર ચાલેલા દાંડિયારાસમાં 1 લાખ મળીને કુલ 9 લાખ જેટલી ઘોર થઇ હતી.

મેળા સમિતિના પ્રમુખ વેલજી પટેલ, મંત્રી ગોવિંદભાઇ, ખીમજી પટેલ, રૂપેશ પટેલે જહેમત ઉઠાવી હતી. દેવનાથ બાપુ, સામતભા ગઢવી, ધારાસભ્ય પંકજ મહેતા, રમેશ મહેશ્વરી, કેશુભા વાઘેલા, કુલદીપસિંહ જાડેજા, વિકાસ રાજગોર, જનકસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, વાઘજીભાઇ છાંગા, ઉમૈયાશંકર રાજગોર, જયરામ સોનારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજારી ભીખુનાથે આભાર માન્યો હતો.

પારંપરિક રીતે મેળાના પ્રારંભે મંદિરથી નીકળેલી પાલખી યાત્રામાં જોડાયેલા ગામના અગ્રણીઓ.

સંતવાણી અને રાસ ગરબામાં 9 લાખ જેટલી માતબર ઘોરની આવક થઇ

અન્ય સમાચારો પણ છે...