તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • DPEOએ સત્તાની ઉપરવટ કે. નિ.ની બદલી કરતા DDO ખફા

DPEOએ સત્તાની ઉપરવટ કે. નિ.ની બદલી કરતા DDO ખફા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શુક્રવારના જિલ્લા વિકાસ અધિકારીની જાણ બહાર 9 જેટલા જિલ્લા કેટળવણી નિરીક્ષકોની બદલીના હુકમ કર્યા હતા, જેથી ડીડીઓએ 4 દિવસમાં સ્પષ્ટતા કરવા નોટિસ ફટકારી હોવાના હેવાલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. આર. જરગેલાએ 14મી જુલાઇના નખત્રાણાથી એસ.વી. વસરાને અંજાર તાલુકાના રતનાલ, મુન્દ્રાના કે. ડી. વાગડિયાને ગાંધીધામ-1, ગાંધીધામના એમ. જે. ફુફલને માંડવી, મુન્દ્રા તાલુકાના ગુંદાલાના એચ. પી. પટેલને ટીપીઇઓનો વધારાનો હવાલો, ભુજના એમ. સી. પરમારને નખત્રાણા, અબડાસા તાલુકાના રામપરના એન. વી. જાડેજાને અબડાસા ટીપીઇઓ વધારાનો ચાર્જ, અબડાસા તાલુકાના નલીયાના જે. એચ. જારીયાને ભચાઉ તાલુકાના સામખિયારી, માનપુરા કોઠારાના પી. એચ. સોઢાને બીટાનો વધારાનો હવાલો, ગાંધીધામના હિમાંશુ સીજુને ગાંધીધામ-2 વધારાનો હવાલો સોંપવાનો કાર્યાલય આદેશ કર્યો હતો. બીજી બાજુ જિલ્લા વિકાસ અધિકારી સી. જે. પટેલના ધ્યાનમાં આવતા તેમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પરમીશન લીધા વિના શા માટે હુકમ કર્યા તેનો 4

અનુસંધાનપાના નં.6

દિવસમાંખુલાશો કરવા નોટિસ ફટકારી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 2012ની 11મી એપ્રિલના આદેશથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી જિલ્લા કેળવણી નિરીક્ષકોને લગતા અધિકારો પરત લઇ લેવાયા છે. જિલ્લા વિકાસ અધિકારી સાથે પરામર્સ કર્યા વિના આવા આદેશ કરવાનો અધિકારી ડીપીઇઓને રહેતો નથી.

પરમીશન લીધા વિના હુકમ કરતા 4 દિવસમાં સ્પષ્ટતા કરવા નોટિસ ફટકારી

અન્ય સમાચારો પણ છે...