ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» કડોલના મીઠાના ધંધાર્થીએ સરપંચ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

    કડોલના મીઠાના ધંધાર્થીએ સરપંચ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

    DivyaBhaskar News Network | Last Modified - Feb 25, 2018, 04:40 AM IST

    મીઠાના અગરમાં થઇ રહેલા દબાણો બાબતે મનદુખ રાખી હુમલો કરાયો હોવાની બાનિયારી ગામના સરપંચે દુધઇ પોલીસમાં કરેલી...
    • કડોલના મીઠાના ધંધાર્થીએ સરપંચ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
      કડોલના મીઠાના ધંધાર્થીએ સરપંચ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
      મીઠાના અગરમાં થઇ રહેલા દબાણો બાબતે મનદુખ રાખી હુમલો કરાયો હોવાની બાનિયારી ગામના સરપંચે દુધઇ પોલીસમાં કરેલી રજુઆત બાદ કડોલમાં મીઠાનો પ્લોટ ધરાવતા અંજારના ભીમાસર ચકાસર ગામમાં રહેતા શંભુભાઇ નારાણભાઇ ગોગરાએ ભચાઉ પોલીસમાં બાનિયારી ગામના સરપંચ રૂપાભાઇ પાંચા વરચંદ વિરૂધ્ધ પ્લોટમાં 8 થી 10 લોકોના જુથ સાથે ધારીયા અને ધોક્કા વડે હુમલો કરી,પ્લોટમાં આગ લગાવી અને મીઠાના પ્લોજ્ટમાં કામ કરતા મજુરોને બાનમાં રાખી ખંડણી નહીં મળે તો કામ કરવા નહી દઇએ અને આવશો તો જાનથી મારીનાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતાં સોલ્ટ વોર સપાટી ઉપર આવી ગયો છે.

      શંભુભાઇ ગોગરાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ,18 ફેબ્રુ.ના સાંજે 4 વાગ્યાના આરસામાં કડોલ ગામની સીમમાં આવેલા ફરિયાદીના મીઠાના પ્લોટમાં નંબર વગરની ઇનોવા ગાડી,જીજે-10-2451 નંબરની મેક્સ પીક-અપ જીપ અને જીજે-12-5281 નંબરની કાર એમ ત્રણ ગાડીઓમાં બાનિયારીના સરપંચ 8 થી 10 લોકોને લઇ અંદર આવ્યા બાદ કામ કરી રહેલા મજુરો ઉપર ધારિયા અને ધોક્કા વડે હુમલો કર્યો હતો ત્યાર બાદ પ્લોટમાં પડેલા ડિઝલના બેરલ ધારિયાથી તોડી દિવાસળી ચાંપી આગ લગાડી સરસામાનને નુકશાન પહોંચાડી બાદ ત્યાં પડેલા ટ્રેક્ટરમાં કામ કરતા મજુરોને લઇ ગયા હતા અને બાનમાં રાખી અને જો તમારા શેઠ 10 લાખ રૂપીયા આપશે તો જ ત્યાં કામ કરવા દેશૂ઼ અને જો ત્યાં સુધી કામ કરવા આવશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હોવાની ફરિયાદ ભચાઉ પોલીસમાં નોંધાતા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

      અત્રે ઉલ્લેખનિય છે કે,બે દિવસ પહેલાં જ બાનિયારીના સરપંચે દુધઇ પોલીસમાં ફરિયાદી જુથ સામે હુમલો કર્યો હોવાની રજુઆત કરી છે ત્યારે મીઠા ઉદ્યોગમાં ચાલી રહેલું આંતરિક યુધ્ધ સપાટી પર આવ્યું છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કડોલના મીઠાના ધંધાર્થીએ સરપંચ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `