Home » Gujarat » Bhuj » Bhachu » Dy.SPને ધમકાવનાર PSIનો મોબાઈલ જપ્ત કરવા નોટીસ

Dy.SPને ધમકાવનાર PSIનો મોબાઈલ જપ્ત કરવા નોટીસ

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 04:40 AM

ગાંધીધામ | ભચાઉમાં પીએસઆઈ તરીકે કાર્યરત શ્યામરાજ સિદ્ધરાજસિંહ ચાવડાએ ડીવાયએસપી અને દેશના લોકતંત્ર વિરુદ્ધની...

  • Dy.SPને ધમકાવનાર PSIનો મોબાઈલ જપ્ત કરવા નોટીસ
    ગાંધીધામ | ભચાઉમાં પીએસઆઈ તરીકે કાર્યરત શ્યામરાજ સિદ્ધરાજસિંહ ચાવડાએ ડીવાયએસપી અને દેશના લોકતંત્ર વિરુદ્ધની પોસ્ટ કરી અને ડીવાયએસપીની કચેરીમાં જઈને ઉડાવી દેવાની ખુલ્લી ધમકી આપી હતી. પણ ખાકી વર્દીને ડાઘ પહોંચાડતી આ પ્રવુતિ અંગે આશ્ચર્યજનક રીતે બે દિવસ સુધી પોલીસ તંત્રે કોઇ કાર્યવાહિ કરી નહતી, દિવ્ય ભાસ્કર દ્વારા આ અંગે અહેવાલ પ્રસ્તુત કરાયા બાદ આ અંગે ધમકીની ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ લોકતંત્રમાં રજવાડાની માંગણી કરતા પીઍસઆઈ ચાવડા વિરુદ્ધ પોલીસ વિભાગને કામગીરીમાં કોઇ રસ ન હોય કે શરમ આડે આવતી હોય તેમ કોઇ નક્કર કામગીરીનો આસાર દેખાઈ નથી રહ્યો. સાંદર્ભીક કેસમાં ડીવાયએસપી રાકેશ દેસાઈએ કરેલી ફરિયાદની તપાસ કરતા પીઆઈ ગોઢાણીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે આગોતરા લઈને ઉપસ્થીત થયા હતા, હાલ તેમનો મોબાઈલ જપ્ત કરવા માટે તેમને નોટીસ પાઠવવામાં આવી છે. આશ્ચર્યજનક વાત તો તે છે કે હજી સુધી તેમના દ્વારા તે પોસ્ટ ડીલીટ કરાઈ નથી અને ત્યારબાદ પદમાવત પ્રતિબંધને સમર્થન આપતી પોસ્ટો પણ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ