Home » Gujarat » Bhuj » Bhachu » આદિપુરમાં કચ્છ ગઢવી સમાજના સમુહલગ્નમાં 17 યુગલો જોડાયા

આદિપુરમાં કચ્છ ગઢવી સમાજના સમુહલગ્નમાં 17 યુગલો જોડાયા

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 04:40 AM

આદિપુર સ્વામી લીલાશાહ આશ્રમ કુટીયા મધ્યે કાછેલા ગઢવી સમાજ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા યોજવામાં આવેલા 27માં...

  • આદિપુરમાં કચ્છ ગઢવી સમાજના સમુહલગ્નમાં 17 યુગલો જોડાયા
    આદિપુર સ્વામી લીલાશાહ આશ્રમ કુટીયા મધ્યે કાછેલા ગઢવી સમાજ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા યોજવામાં આવેલા 27માં સમુહલગ્નમાં 17 નવ યુગલો પ્રભુતામાં પડલા પાડયા હતા.

    સમુહલગ્નમાં લગ્ન બંધને બંધાતા યુગલોમાં ભચાઉ, ગાંધીધામ, આદિપુર તેમજ અન્ય ગામોમાંથી યુગલો જોડાયા હતા. ગઢવી સમાજના પુજય આઇ જાલુમાંએ નવ યુગલોને આર્શીવચન આપ્યા હતા તો પ્રભુતામાં પગલા માંડનાર કન્યાઓને સમાજના શ્રેષ્ઠીઓ કન્યાદાન આપીને આર્શીવાદ મેળવ્યા હતા. સમુહ લગ્નમાં દાતા પરીવારનો સહયોગ સાંપડયો હતો. સમુહલગ્ન સમિતિના ટ્રસ્ટી જીગરભા દેવસુર, પ્રદીપભા આંબા અને ભગવાનજીભા આલગા સાથે સમુહલગ્ન સમિતિના કાર્યકર્તાઓ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ