• Gujarati News
  • National
  • ભચાઉ પાસે ટેન્કરનું વ્હીલ નીકળી જતાં તેલ રસ્તે ઢોળાયું

ભચાઉ પાસે ટેન્કરનું વ્હીલ નીકળી જતાં તેલ રસ્તે ઢોળાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉપાસે ગુરૂવારે સાંજે એક ટેન્કરના આગલા વ્હીલ તુટી જતાં ટેન્કર રસ્તાની વચ્ચોવચ્ચ ખોટપાઇને ઉભું રહી ગયું હતું. દરમિયાન, તેમાં ભરેલું ઓઇલ રસ્તા પર ઢોળાયું હતું. બાદમાં પોલીસે તેના પર માટી નખાવી રસ્તો થોડીવાર માટે બંધ કરતાં અન્ય અકસ્માત અટક્યા હતા.

ગાંધીધામ તરફથી આવતું એક ટેન્કર નં. જીજે12-એયુ-7277 આગલા એક્સેલ તુટી જતાં રસ્તાની મધ્યમાં ઉભું રહી ગયું હતું. અકસ્માતને પગલે ટેન્કરમાં ભરેલું તેલ ઢોળાઇને રસ્તા પર ફેલાયું હતું જેના કારણે અકસ્માતનો ભય સર્જાયો હતો, પરંતુ પોલીસે ઝડપી કામગીરી દ્વારા તરત રસ્તા પર પથરાયેલા તેલ પર માટી નખાવી દીધી હતી અને દરમિયાન, માર્ગ બંધ કરાવી દીધો હતો.

ભચાઉ પાસે ટેન્કરનું વ્હિલ નિકળી જતાં રસ્તા પર તેલ ઢોળાયું હતુ જેમાં અકસ્માત પામેલી ટ્રક.

અન્ય સમાચારો પણ છે...