તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામ અંજાર કંડલા મુન્દ્રામાં ચોરીને લૂંટનાર આરોપી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામ અંજાર કંડલા મુન્દ્રામાં ચોરીને લૂંટનાર આરોપી ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂર્વકચ્છના ભચાઉ ખાતેથી ગાંધીધામ અંજાર કંડલા મુન્દ્રા વિસ્તારોમાં તમંચો બતાવીને લૂટને અંજામ આપતા કુખ્યાત શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે સાંજે માંડવી મુન્દ્રાના ફોર ટ્રેક પર અંજારથી આવતા ટ્રેઇલર ટ્રક જી.જે12 એઝેડ 8004માં પોર્ટ પર જવાનું કહિ બેઠેલા બે શખ્સોએ ડ્રાઇવરને માર મારી નીચે ફેકી દીધો હતો અને કન્ટેનરમાં રાખેલા 4 લાખના પ્લાસ્ટીકના દાણા ચોરી જવાની કોશીશ કરી ત્યારે કારાઘોઘો ગામના નટુભા કરશનજી ચુડાસમા આવી જતાં બન્ને શખ્સો સાથે જપા જપી કરતાં આરોપીઓ ભાગી છુટ્યા હતા, જે બાબતની તપાસ માટે પશ્ચિમ કચ્છ પોલીસ વડા મકરંદ ચૌહાણ પાસે પૂર્વ-પશ્ચિમનો ચાર્જ હોવાથી તેમની સુચનાથી એલસીબી તથા ભચાઉ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી જેમા ભચાઉ ખાતે રહેતા કામના મુખ્ય આરોપી લાખા સરદાર હોવાનું જણાતા રવિવારે ભચાઉ ખાતેથી લખવીરસિંગ ઉર્ફે લાખા અજીતસિંગ જાટ રહે હાલ ભચાઉ મુળ પંજાબવાળાની ધરપકડ કરી લેવામાં આવી હતી, આરોપી વિરૂધ ભચાઉ પોલીસમાં અનેક ગુનોઓમાં સ઼ડોવાયલો છે અને તે તેના માણસો દ્વારા હાઇવે પરની હોટલ પર કન્ટેનરોના સીલ તોડી વિદેશ એક્સપોર્ટ થતા માલની ચોરી કરતો હતો તેની સાથે ચોરીને અંજામ આપતા આરોપીઓને પકડવા પોલીસે તપાસના ચક્રોગતીમાન કર્યા છે. કામગીરમાં મુન્દ્રા પીઆઇ રાણા તથા એલસીબીના પીઆઇ જે એમ આલ તથા પીએસઆઇ પરમારે તેમજ ભચાઉ પીઆઇ ગઢવીએ અલગ અલગ ટીમ બનાવી કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો