Home » Gujarat » Bhuj » Bhachu » એસીડ પીવડાનાર સાસરિયા વિરૂધ્ધ પરિણીતાની ફરિયાદ

એસીડ પીવડાનાર સાસરિયા વિરૂધ્ધ પરિણીતાની ફરિયાદ

Divyabhaskar.com | Updated - Mar 17, 2018, 04:00 AM

Bhachu News - ગાંધીધામ | આધોઇ ગામે રહેતી પરિણીતાને આઠમાસ પહેલાં દહેજ બાબતે બળજબરી પુર્વક સાસરીયા દ્વારા એસિડ પીવડાવી દીધા બાદ...

  • એસીડ પીવડાનાર સાસરિયા વિરૂધ્ધ પરિણીતાની ફરિયાદ
    ગાંધીધામ | આધોઇ ગામે રહેતી પરિણીતાને આઠમાસ પહેલાં દહેજ બાબતે બળજબરી પુર્વક સાસરીયા દ્વારા એસિડ પીવડાવી દીધા બાદ બોલી ન શકતી પરિણીતા બોલતી થતાં સાસરિયા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આધોઇ રહેતી 21 વર્ષીય વૈશાલી રાજેશ કોલીને દહેજ લાવવા બાબતે આઠ માસ પહેલાં પતિ રાજેશ નાનજી કોલી,જેઠ મુકેશ નાનજી કોલી,સસરા નાનજી જદધા કોલી અને સાસુ દ્વારા દહેજ લાવવા ત્રાસ અપાયા બાદ ,આઠમાસ પહેલાં સાસુ,સસરા અને જેઠે પકડી રાખી અને પતિએ બળજબરી પુર્વક એસીડ પીવડાવી દીધા બાદ ગંભીર હાલતમાં ગાંધીધામની જુદી જુદી હોસ્પીટલમાં સારવાર લીધી હતી અને એસિડ પીલીધું હોવાથી તે બોલી શકતી ન હતી તે બોલવા સક્ષમ થતાં ભચાઉ વીભાગના નાયબ પલીસ અધિક્ષકની રૂબરૂમાં પોતાના સાસરિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ