Home » Gujarat » Bhuj » Bhachu » એનએચની નબળી કામગીરીથી વાહન ચાલકો તોબા પોકારી ગયા

એનએચની નબળી કામગીરીથી વાહન ચાલકો તોબા પોકારી ગયા

Divyabhaskar.com | Updated - Mar 17, 2018, 04:00 AM

નેશનલ હાઇવે ઓથોરીટી અને એલએન્ડટી દ્વારા કાચબા ગતીએ બ્રીજ પર સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે...

  • એનએચની નબળી કામગીરીથી વાહન ચાલકો તોબા પોકારી ગયા
    નેશનલ હાઇવે ઓથોરીટી અને એલએન્ડટી દ્વારા કાચબા ગતીએ બ્રીજ પર સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે ભચાઉથી ગાંધીધામ તરફ આવતા ચિરઇ પાસે ચક્કાજામ જેવી સ્થિતિ ઉભી થઇ જાય છે. અવારનવાર આવી રીતે સમસ્યા સર્જાતા ગ્રામજનો અને વાહન ચાલકો તોબા પોકારી ગયા છે. રજૂઆત કરવામાં આવ્યા છતાં યોગ્ય નિરાકરણ ન આવતાં હવે આગામી દિવસોમાં ગ્રામજનો લડત આપવાના મુડમાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ પડાણા પાસે બ્રીજ પર પડેલા ગાબડાની મરંમત કરવા માટે લાંબો સમય સુધી મરંમત કરવાનું ટાળતા પ્રશ્નો ઉભા થયા હતા અને નેશનલ હાઇવે ઓથોરીટીની નબળી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ