ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» હવે કચ્છના તમામ રેલવે સ્ટેશન એલઇડી લાઇટથી ઝળહળશે

    હવે કચ્છના તમામ રેલવે સ્ટેશન એલઇડી લાઇટથી ઝળહળશે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 17, 2018, 04:00 AM IST

    કેન્દ્રના રેલવે મંત્રાલયે તમામ રેલવે સ્ટેશનોમાં એલઇડી લાઇટ લગાવવા માટે ખાસ યોજના ઘડી છે. આ યોજના અંતર્ગત...
    • હવે કચ્છના તમામ રેલવે સ્ટેશન એલઇડી લાઇટથી ઝળહળશે
      હવે કચ્છના તમામ રેલવે સ્ટેશન એલઇડી લાઇટથી ઝળહળશે

      કેન્દ્રના રેલવે મંત્રાલયે તમામ રેલવે સ્ટેશનોમાં એલઇડી લાઇટ લગાવવા માટે ખાસ યોજના ઘડી છે. આ યોજના અંતર્ગત અમદાવાદ ડિવીઝન હસ્તક આવતા કચ્છના તમામ રેલવે સ્ટેશનોમાં પણ એલઇડી લાઇટ લગાવવાનું આયોજન હાથ ધરાયું છે. ત્યારે આગામી થોડાજ સમયમાં કચ્છના તમામ રેલવે સ્ટેશન એલઇડી લાઇટથી ઝળહળી ઉઠશે.

      કચ્છના એરીયા રેલવે મેનેજર કુશાગ્ર મિતલે માહિતી આપતાં જણાવ્યું કે દેશભરના તમામ રેલવે સ્ટેશનોમાં વિજળીના વપરાશમાં બચત કરી શકાય તે હેતુથી રેલવે મંત્રાલયે એક ખાસ પ્રોજેકટ ઘડી તમામ રેલમથકોમાં એલઇડી લાઇટ લગાવવાનું શરૂ કર્યું હતુ઼. આ પ્રોજેકટ અંતર્ગત કચ્છના 11 જેટલા સ્ટેશનોને પણ એલઇડી લાઇટથી ઝળહળતા કરવાની કામગીરી આરંભી દેવાઇ છે. અંતીમ તબકકામાં પહો઼ંચેલી આ કામગીરી પૂર્ણ કરવાની અવધી તો માર્ચ માસની છે પણ હાલની સ્થિતી જોતાં આ કામ પૂર્ણ થતાં એપ્રીલ માસ તો થઇ જ જશે.

      એઆરએમે જણાવ્યું કે ગાંધીધામ રેલવે સ્ટેશને એલઇડી લાઇટ લગાવવાની કામગીરી 90 ટકા પુરી કરી લેવાઇ છે. તો ભુજમાં સ્ટેશનની બહારના ભાગમાં કામ પૂર્ણ થઇ ચુકયું છે. પ્લેટફોર્મ સહિત અંદરના ભાગમાં આ કામ હજુ સુધી પુરું થયું નથી.

      આ સ્ટેશનનો કરાયો સમાવેશ

      ભુજ, ગાંધીધામ, અંજાર, આદિપુર, ભચાઉ, સામખિયાળી, પલાંસવા, વોંધ, ચિત્રોડ, આડેસર, ભીમાસર અા ઉપરાંત અન્ય નાના સ્ટેશનોનો સમાવેશ કરવાનું આયોજન સ્થાનિક રેલવે વિભાગે ઘડયું છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: હવે કચ્છના તમામ રેલવે સ્ટેશન એલઇડી લાઇટથી ઝળહળશે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top