Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Bhachu » નીતા રાજગોરનું મોત ટ્રેનની ટક્કરથી : PM રિપોર્ટ આવ્યો

નીતા રાજગોરનું મોત ટ્રેનની ટક્કરથી : PM રિપોર્ટ આવ્યો

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 04:00 AM

ભચાઉમાં મહિલાના મોત સંદર્ભે સર્જાયેલા ભેદભરમ અને ચર્ચાઓનો દોર વચ્ચે છ દિવસ બાદ પીએમ રિપોર્ટ આવ્યો હતો. જેમાં...

 • નીતા રાજગોરનું મોત ટ્રેનની ટક્કરથી : PM રિપોર્ટ આવ્યો
  ભચાઉમાં મહિલાના મોત સંદર્ભે સર્જાયેલા ભેદભરમ અને ચર્ચાઓનો દોર વચ્ચે છ દિવસ બાદ પીએમ રિપોર્ટ આવ્યો હતો. જેમાં મહિલાના માથામાં ટ્રેનની ટક્કરે મલ્ટીપલ ફ્રેક્ચર થતા મોત નિપજ્યુ હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.

  ભચાઉમાં ગત તા.22 ના વહેલી સવારે ચોપડવા નજીકના રેલવે ટ્રેક પરથી પુર્વ ભાડા ચેરમેનના પત્ની નીતા રાજગોરનો મ્રુત હાલતમાં અને આનંદ જોશીનો ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. શરુઆતે મોર્નીંગ વોર્ક દરમ્યાન ટ્રેનની અડફેટૅ આવ્યા હોવાની વાત આવ્યા બાદ ઘટનાના 5મા દિવસે યુવાનનું નિવેદન બહાર આવ્યુ હતુ જેમા તેણે પોલીસને

  ...અનુસંધાન પાના નં.13

  જણાવ્યુ હતુ કે ‘બંન્ને આપઘાત કરવા માટેજ રેલવે ટ્રેક ગયા હતા’. તો બીજી તરફ પીએમ માટે જામનગર ન ખસેડીને ભચાઉમાંજ ઘટનાના દિવસેજ ભચાઉ સરકારી હોસ્પીટલમાં કાર્યવાહિ શરુ કરાઈ હતી પરંતુ ઘટનાના છઠ્ઠા દિવસે તેની રીપોર્ટ આવી હતી. જે અંગે પોલીસે જણાવ્યુ હતુ કે તબીબી અભીપ્રાય લેતા ટ્રેનની ટક્કરથી મહિલાના માથાના ડાબા ભાગે મલ્ટીપલ ફ્રેક્ચર સર્જાયા હોવાથી મોત નિપજ્યુ છે. તો સુત્રોએ જણાવ્યુ હતુ કે કાર્બન પણ મળી આવ્યા છે જે ટ્રેનની ટક્કરથીજ બોડીમાં હોવાનું સાબીત કરે છે. સામાન્ય રીતે પીએમ રિપોર્ટ બે દિવસના અંતરાળમાં આવી જતી હોય છે ત્યારે છ દિવસ લાગવા અને મૌખીક વર્ઝનના આધારે કાર્યવાહિ કરતી પોલીસે પણ કામગીરી માટે રીપોર્ટની રાહ જોતી જોવા મળી હતી.

  બોક્સ ઘાયલ યુવાન આર્મી મેડીકલ કોરમાં નીભાવે છે ફરજ

  આ સમગ્ર પ્રકરણમાં ઘાયલ થયેલો યુવાન ઉતરપ્રદેશના લખનઉ ખાતે આર્મી મેડીકલ કોરમાં ફરજ નિભાવતો હોવાનું અને તે દરમ્યાન અહિ આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. ઘટના બાદ તેણે બંન્ને આપઘાત કરવા માટૅ ગયાનું નિવેદન આપ્યુ હતુ જેમાં તે ઘાયલ થતા હાલે સારવાર હેઠળ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending