• Home
  • Gujarat
  • Bhuj
  • Bhachu
  • માંડવીમાં દુભાયેલા નગર પ્રમુખે ચાલુ કાર્યક્રમમાંથી ચાલતી પકડી

માંડવીમાં દુભાયેલા નગર પ્રમુખે ચાલુ કાર્યક્રમમાંથી ચાલતી પકડી

માંડવી | સરસ્વતી વિદ્યાલય મંદિરમાં યોજાયેલા રજત જયંતિ મહોત્સવના કાર્યક્રમમાં ભચાઉ નગરપાલિકાના નવનિયુક્ત...

DivyaBhaskar News Network | Updated - Feb 28, 2018, 04:00 AM
માંડવીમાં દુભાયેલા નગર પ્રમુખે ચાલુ કાર્યક્રમમાંથી ચાલતી પકડી
માંડવી | સરસ્વતી વિદ્યાલય મંદિરમાં યોજાયેલા રજત જયંતિ મહોત્સવના કાર્યક્રમમાં ભચાઉ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખને મંચ પર સ્થાન અપાયું હતું જયારે ખુદ માંડવીના નગર પ્રમુખની અવગણના કરાતા તેઓે કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા જેના પગલે આ મામલો ટોક ઓફ ઘી ટાઉન બન્યો હતો.

મંગળવારની સાંજે યોજાયેલા સમારોહમાં શાળા દ્વારા સંસ્થા તથા રાજકીય આગેવાનોને આમંત્રિત કરાયા હતા જેમાં પૂર્વ ધારાસભ્ય તારાચંદ છેડા, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજાને મંચ પર સ્થાન અપાયું હતું જયારે માંડવીના નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીને પ્રોટોકોલનો ભંગ કરીને સ્ટેજ પર સ્થાન ન અપાતા તેમણે ચાલુ કાર્યક્રમમાંથી ચાલતી પકડી હતી.

X
માંડવીમાં દુભાયેલા નગર પ્રમુખે ચાલુ કાર્યક્રમમાંથી ચાલતી પકડી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App