Home » Gujarat » Bhuj » Bhachu » ચાંદ્રાણીમાં મહિના પહેલાંની કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો

ચાંદ્રાણીમાં મહિના પહેલાંની કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 03:55 AM

ભચાઉ તાલુકાના ચાંદ્રોડી ગામની સીમ નજીક આવેલી પવનચક્કીના રૂ.20,000ના કેબલની ચોરી એક મહિના પહેલાં થઇ હતી તેનો ભેદ...

  • ચાંદ્રાણીમાં મહિના પહેલાંની કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો
    ભચાઉ તાલુકાના ચાંદ્રોડી ગામની સીમ નજીક આવેલી પવનચક્કીના રૂ.20,000ના કેબલની ચોરી એક મહિના પહેલાં થઇ હતી તેનો ભેદ પુર્વ કચ્છ એલસીબીએ રૂ.10,000ના કેબલના ટુકડા વેચવા નિકળેલા એક શખ્સને પકડી ઉકેલી લીધો છે.આ બાબતે એલસીબી પીઆઇ જે.પી.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,આ કેબલ ચોરી કરનાર રામાપીર વાંઢનો દેવશી લાખા કોલી ઉ.વ..19લાકડિયા હાઇવે પર એક હોટલ પાસે કેબલ કોથળામાં ભરી ઉભો હોવાની બાતમીના આધારે ત્યાં જઇ અને કોથળા સાથે ઉભેલા દેવશીની પુછપરછ અને તપાસ કરતાં તેના કોથળામાં રૂ.10,000ની કિંમતના કેબલ વાયરના ટુકડા મળી આવ્યા હતા અને દેવશીની પુછપરછ કરતાં તેણે એક માસ પહેલાં ચાંદ્રોડીની સીમમાં આવેલી પવનચક્કીમાંથી રામદેવપીર વાંઢના વેરશી તરશી કોલી અને ખોડાસરમાં રહેતો સુખદેવ ઉર્ફે સુખો કોલીની સાથે મળી આ કેબલ ચોર્યો હોવાની કબૂલાત કરતાં લાકડિયા પોલીસમાં નોંધાયેલા ગુના રજીસ્ટર નંબર 2/18 આઇપીસી કલમ 379 મુજબના અનડિટેક્ટ ગુના સંદર્ભે આરોપી દેવશીને સી.આર.પી.સી. કલમ 41(1)ડી મુજબ અટક કરી વધુ તપાસ માટે લાકડિયા પોલીસીને સોંપ્યો હતો.

    આ કામગીરીમાં એલસીબીના પીએસઆઇ એમ.કે.ખાંટ, એએસઆઇ મહમ્મદ શબ્બીર કુરેશી, હેડ કોન્સટેબલ રમેશ મેણીયા, લક્ષ્મણભાઇ આહીર,ભગીરથસિંહ જાડેજા,રાજકુમાર આહિર સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ