Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Bhachu » શાળા વિભાજન સમયે શિક્ષકોને મહેકમમાં સમાવવા રજુઆત કરાઈ

શાળા વિભાજન સમયે શિક્ષકોને મહેકમમાં સમાવવા રજુઆત કરાઈ

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 03:55 AM

કુમાર શાળામાંથી કન્યા શાળાના વિભાજન અને નવી શાળા શરૂ કરવાના સમયે જે શિક્ષકોને સર્વ સંમતિથી અને વહીવટી તંત્રને...

  • શાળા વિભાજન સમયે શિક્ષકોને મહેકમમાં સમાવવા રજુઆત કરાઈ
    કુમાર શાળામાંથી કન્યા શાળાના વિભાજન અને નવી શાળા શરૂ કરવાના સમયે જે શિક્ષકોને સર્વ સંમતિથી અને વહીવટી તંત્રને વિશ્વાસમાં લઈને નવી શાળામાં મૂકવામાં આવે છે તેવા શિક્ષકોને નવી શાળાના મહેકમમાં સમાવવા અને વહીવટી કાર્યાલય આદેશ થવાની રજુઆત કરાઈ હતી.

    રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે, 2016ની 7મી ડિસેમ્બરના રોજ ભચાઉ તાલુકાના જંગી કુમાર શાળામાંથી કન્યા શાળાનું વિભાજન કરવામાં આવ્યું છે. શિક્ષકોને જે તે સમયે કુમાર શાળામાંથી કન્યા શાળામાં મૂકવામાં આવ્યા છે, પરંતુ કન્યા શાળાના મહેકમમાં સમાવાયા નથી. જે શિક્ષકોને અન્યાયકર્તા છે. આ સિવાય પણ જિલ્લાની અન્ય શાળામાં આ પ્રકારના પ્રશ્નો હોઈ તેમનો સત્વરે નિવેડો લાવવા માગ છે. ઉપરાંત ભવિષયમાં પણ જ્યારે શાળા વિભાજન કે નવી શાળા શરૂ કરવાની થાય ત્યારે બાળકોની સાથે શિક્ષકોને શાળાના મહેકમમાં સમાવવાની રજુઆત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના અધ્યક્ષ ખેતશી ગજરા, સંગઠન મંત્રી રમેશ ગાગલ અને ભચાઉ તાલુકાના અધ્યક્ષ લાભુગીરી ગોસ્વામી દ્વારા કરાઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending