Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Bhachu » મેઘપર બોરિચીના યુવાને આપઘાત કર્યો કે મોતને ઘાટ ઉતારાયો?

મેઘપર બોરિચીના યુવાને આપઘાત કર્યો કે મોતને ઘાટ ઉતારાયો?

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 03:50 AM

અંજારના મેઘપર બોરીચીમાં નિર્મળનગર ખાતે મકાન નં-29માં રહેતા યુવાને પત્ની અને સાળા દ્વારા અપાતા માનસિક ત્રાસથી...

  • મેઘપર બોરિચીના યુવાને આપઘાત કર્યો કે મોતને ઘાટ ઉતારાયો?
    અંજારના મેઘપર બોરીચીમાં નિર્મળનગર ખાતે મકાન નં-29માં રહેતા યુવાને પત્ની અને સાળા દ્વારા અપાતા માનસિક ત્રાસથી કંટાળી અંતિમ પગલું 1 માર્ચે ભરી લીધા બાદ આ બનાવમાં ભચાઉ લોહાણા મહાજન દ્વારા આત્મહત્યા નહીં યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરી ભચાઉ પ્રાંત અધીકારી મારફત ગૃહ રાજ્યમંત્રી,ગુજરાત રાજ્યના ડીજીપી તેમજ પુર્વ કચ્છ પોલીસવડાને આ બનાવમાં મૃતક રાધેશ્યામ રમેશભાઇ પુજારા (ઠક્કર)ના પરીવારને યોગ્ય અને સાચો ન્યાય અપાવવા લેખિતમાં રજુઆત કરવામાં અવાતાં આ બનાવમાં નવો વળાંક આવ્યો છે.

    આ બાબતે લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ ઠક્કર અને મંત્રી અશ્વિનભાઇ અનમની સહી સાથે સમાજના આગેવાનોએ ભચાઉ પ્રાંત અધીકારીને રજુઆત કરતા જણાવ્યું હતું કે આ બનાવમાં મૃતક રાધેશ્યામ ઠક્કરના પરિવારને સાચો ન્યાય મળે તે માટે તેના ઘરની આસપાસ રહેતા રહેવાસીઓ તથા તેમના બાળકોના નિવેદન લેવામાં આવે,પીએમના રીપોર્ટમાં આવેલી માહિતી અનુસંધાને નિષ્ણાતોનો અભિપ્રાય મેળવી તાત્કાલિક ન્યાયિક તપાસ કરી જરૂર પડે ફોરેન્સિક લેબોરેટરીની મદદ લઇ જવાબદારો સામે કડક પગલાં લેવા માંગ કરી છે.અત્રે ઉલ્લેખનિય છે કે મૃતક રાધેશ્યામ ઠક્કરે પત્ની અને સાળા દ્વારા મિલકત બાબતે સતત માનસિક ત્રાસ અપાતો હોવાથી આ અંતિમ પગલું ભર્યું હોવાનું ખલ્યા બાદ ભચાઉ લોહાણા મહાજન દ્વારા આ બનાવમાં યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરાતાં આ બનાવમાં નવો વળાંક આવ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending