ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» બાઇક ચાલક બસને આંતરીને અંદર બેસેલા પત્ની-સસરાને ગાળો ભાંડવા લાગ્યો, પણ ...!

    બાઇક ચાલક બસને આંતરીને અંદર બેસેલા પત્ની-સસરાને ગાળો ભાંડવા લાગ્યો, પણ ...!

    DivyaBhaskar News Network | Last Modified - Apr 09, 2018, 03:50 AM IST

    એસટી હમારી સલામત સવારી સૂત્ર ગાંધીધામમાં સાર્થક થયું દારૂ પી મારકુટ કરતા પતિના ત્રાસથી માવતર જઇ રહેલી...
    • બાઇક ચાલક બસને આંતરીને અંદર બેસેલા પત્ની-સસરાને ગાળો ભાંડવા લાગ્યો, પણ ...!
      બાઇક ચાલક બસને આંતરીને અંદર બેસેલા પત્ની-સસરાને ગાળો ભાંડવા લાગ્યો, પણ ...!
      આમ તો ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે,સલામત છે તેવું વારંવાર સંભળાય છે ત્યારે ગાંધીધામના બસ સ્ટેશનમાંથી નિકળેલી બસના ડ્રાઇવર કન્ડક્ટરે દારૂ પીને મારકુટ કરતા પતિથી કંટાળી પોતાના પિતા સાથે માવતર જઇ રહેલી પત્નીને લેવા આવેલા પતિને રવાના કરી કરી દીધો હતો.

      બનાવની વિગતો એવી છે કે, માતાના મઢથી સિધ્ધપુર જઇ રહેલી એસટી બસ ગાંધીધામથી ભચાઉ જવા નીકળી ત્યારે રેલ્વે સ્ટેશન સામે જીજે-12-બીજી-1973 નંબરની બાઇકના ચાલકે બસને આંતરી ઉભી રાખી હતી અને બસમાં બેઠેલી તેની પત્ની અને તેના સસરાને ભુંડી ગાળો બોલી નીચે ઉતરવા કહ્યું હતું,ત્યારે દીકરીના બાપે એસટી બસના ચાલક બળવંતભાઇને વિનંતિ કરી હતી કે આ મારો જમાઇ છે અને એ રોજ મારી દીકરીને દારૂ પી મારકુટ કરે છે, જેથી હું મારી દિકરીને લેવા આવ્યો છું.

      જો અમને નીચે ઉતારશો તો અમને બન્નેને મારશે. દીકરીના બાપની વિનંતી સાંભળી બસના ચાલક અને કન્ડક્ટર તેમ જ અન્ય પ્રવાસીઓએ હિમત દાખવી દારૂડિયા પતિને સાઇડમાં ખસેડી બસ આગળ ધપાવી હતી. પરંતુ આગળ વળી બસને આંતરી ફરી પત્ની અને સસરાને નીચે ઉતારવા કહ્યુ઼ ત્યારે અમુક પ્રવાસીઓએ નીચે ઉતારી બસ જવા દો નહી તો મોડું થશે તેમ કહેતાં ત્રસ્ત થયેલી પરિણીતા રોવા માંડી હતી.ડ્રાઇવર બળવંતભાઇ અને કન્ડક્ટર સુરેશભાઇ સાથે અમુક જાગૃત પ્રવાસીઓ ભચાઉના રમણીકભાઇ લેબોરેટરીવાળા, વિપુલભાઇ કોઠારીએ નીચે ઉતરી બાઇક પર આવેલા યુવાનને પોલીસમાં સોંપવાની વાત કરતાં યુવાન હટી ગયો હતો અને બસ આગળ ધપાવી બાપ-દીકરી બન્નેને સુરક્ષા બક્ષી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બાઇક ચાલક બસને આંતરીને અંદર બેસેલા પત્ની-સસરાને ગાળો ભાંડવા લાગ્યો, પણ ...!
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `