તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભચાઉમાં 1.67 કરોડના શરાબના જથ્થાને જમીનમાં ભેળવી દેવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભચાઉમાં 1.67 કરોડના શરાબના જથ્થાને જમીનમાં ભેળવી દેવાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર. ભચાઉ, ગાંધીધામ

ભચાઉખાતે પોલીસ સ્ટેશનની હદ-વિસ્તારમાંથી પાછલા બે વર્ષમાં 30/4/16 સુધી ઝડપી લેવામાં આવેલા જથ્થાને પોલીસ મથકમાં રાખી મૂકવાની જગ્યા બચતાં આખરે એસ.પી.ની મંજૂરી બાદ 1.67 કરોડના જથ્થાનો નાશ કરાતાં પ્યાસી�”ના અરમાનો ધૂળમાં મળ્યા હતા.

ભચાઉ ખાતે છેલ્લા બે વર્ષમાં ઝડપાયેલા દારૂના જંગી જથ્થાને પોલીસ સ્ટેશનમાં રાખી મૂકવાની જગ્યા બચતાં પ્રથમ દારૂ સાચવવા કન્ટેનર મૂકવામાં આવ્યું હતું જે પણ ભરાઇ જતાં પી.આઇ. વિષ્ણુદાન ગઢવીએ એસ.પી. પાસે રજૂઆત કરી, જથ્થાનો નાશ કરવા પરવાનગી માગી હતી, જે કાયદેસર પ્રકિયા બાદ મંજૂર થતાં સોમવારે મોડી સાંજે જથ્થાને ભચાઉ-સામખિયાળી માર્ગ પાસેની એક સરકારી ખરાબાની જમીન પર ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં હજારો બોટલો પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુંં. સમગ્ર વાતાવરણ દારૂની મહેકથી નશીલું બની ગયાનું પ્યાસીઓએ અનુભવ્યું હતું. પોલીસ મથકમાં માહિતી માટે ફોન કરવામાં આવતાં જથ્થામાં કુલ કેટલી પેટી કે બોટલ હતી, તે જાણવા મળ્યું નહોતું અને માત્ર 1.67 કરોડનો જથ્થો હોવાની માહિતી અપાઇ હતી.

જથ્થો 1.67 કરોડનો હતો કે કેમ

નાસકરાતા જથ્થાને નજરે જોનારા સૂત્રોની માહિતી અનુસાર જથ્થો ખસેડવામાં આવતો હતો, વખતે અમુક ચોક્કસ તત્ત્વો પણ પોલીસની આગળ-પાછળ રહ્યા હતા. જ્યારે બધો જથ્થો ખુલ્લામાં પાથરવામાં આવ્યો, ત્યારે પણ 1.67 કરોડ જેટલો હોવાનું કહેવાયું હતું. અગાઉ પણ ભચાઉમાં રીતે જ્યારે જથ્થાનો નાસ કરાતો હતો વખતે પોલીસની ગાડીમાંથી માલ ખાનગી કારમાં ટ્રાન્સફર થતો હોવાનો વીડિયો ચકચાર જગાવી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો