ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Bhachu» ચેરિયા નિકંદનના મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની કંડલા પોર્ટને નોટિસ

    ચેરિયા નિકંદનના મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની કંડલા પોર્ટને નોટિસ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 08, 2018, 03:50 AM IST

    કંડલા અને સામખિયાળી વચ્ચે આવેલી હડકીયા ક્રીકના નાનીબેટી વિસ્તારમાં 15 કિલોમીટર વિસ્તારમાં ચેરિયાનો સોથ વળી...
    • ચેરિયા નિકંદનના મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની કંડલા પોર્ટને નોટિસ
      ચેરિયા નિકંદનના મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની કંડલા પોર્ટને નોટિસ
      કંડલા અને સામખિયાળી વચ્ચે આવેલી હડકીયા ક્રીકના નાનીબેટી વિસ્તારમાં 15 કિલોમીટર વિસ્તારમાં ચેરિયાનો સોથ વળી નાખવાનો મામલો હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પહોંચ્યો છે અને ટ્રિબ્યુનલે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટને કારણદર્શક નોટીસ આપી છે અને વચગાળાનો આદેશ આપ્યો છે કે હવે વધુ ચેરિયા કપાવા ના જોઇએ.

      નવી દિલ્હી સ્થિત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કચ્છ ઊંટ ઉછેરક સંગઠને કેન્દ્ર સરકાર અને અન્યો સામે આ મામલે કેસ દાખલ કર્યો છે. આ સંદર્ભમાં તેમના વતીથી એડવોકેટ સંજય ઉપાધ્યાય, ઉપમા ભટ્ટાચારજી અને સૌમ્ય ચૌધરી તથા પ્રખર પાંડે ઉપસ્થિત રહ્યા હતાં.

      એડવોકેટ ઉપાધ્યાયે ટ્રિબ્યુનલ સમક્ષ આ કેસની પેરવી કરતા જણાવ્યું હતું કે આ મામલો ખૂબ જ ગંભીર છે. કારણ કે કચ્છના ભચાઉ તાલુકામાં દીનદયાલ પોર્ટ દ્વારા ચેરિયાનું મોટાપાયે નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પોર્ટ દ્વારા મોટા પ્રમાણમાં ચેરિયાનો નાશ કરવામાં આવી રહ્યો છે અને આ વિસ્તારમાં

      ...અનુસંધાન પાનાનં.11



      તાત્કાલિક અસરથી દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કાપવામાં આવતા ચેરિયા પર રોક લગાવવામાં આવે. તેમણે ટ્રિબ્યુનલને એમ પણ કહ્યું હતું કે જો તાત્કાલિક કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો દરરોજના હિસાબે 20થી 25 હેકટર જમીનમાંથી ચેરિયાનો સોથ વળી જશે.

      આ એડવોકેટ દ્વારા અરજદારને પાઠવવામાં આવેલા ઇમેલમાં જણાવવામાં આવ્યું હતું કે ઉપાધ્યાયને સાંભળ્યા બાદ ટ્રિબ્યુનલે આ મામલે નોટિસ જારી કરી હતી અને અરજદાર દ્વારા જે વચગાળાની રાહત માંગવામાં આવી હતી તે પણ આપવામાં આવી હતી. ઉપાધ્યાયે એવી પણ અરજ કરી હતી કે આ મામલામાં વધુ સુનાવણી પણ ઝડપભેર રાખવામાં આવે. ટ્રિબ્યુનલે પ્રતિવાદીને શોકોઝ નોટિસ પાઠવી હતી.

      મુખ્ય 3 માંગણી

      1 ચેરિયાં ક્યાંય કપાવા ન જોઇએ.

      2 કચ્છજિલ્લાનો કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન તાત્કાલિક બનાવવો જોઇએ.

      3 જ્યાં ચેરિયા કપાયા છે તેનું તાત્કાલિક રિસ્ટોરેશન થવું જોઇએ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ચેરિયા નિકંદનના મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની કંડલા પોર્ટને નોટિસ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `